Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

જામનગર જી.જી. હોસ્પિટલના ડિલેવરી વોર્ડમાં અજાણી મહિલા દ્વારા બાળક ત્યજી દીધાની રાવ

જામનગર તા. ૧૭ : અહીં સીટી બી -ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સકીનાબેન સેરમામદભાઈ હુશેનભાઈ સફીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧પના રાત્રીથી તા.૧૬ સવારે ૧ર–૩૦ વાગ્યા દરમ્યાન  જી.જી.હોસ્પિટલ ડિલેવરી લેબર વોર્ડ, જામનગરમાં કોઈ અજાણયા બાળક (ઉ.વ.પ માસ)ને કોઈ અજાણી વ્યકિત મહિલા એ બાળકને જન્મ છુપાવવા માટે બાળકને ત્યાજી દેતા બાળક મરણ ગયેલ છે.

યુવાને ગળાફાંસો ખાધો

અહીં વાલ્કેશ્વરી નગરીમાં રહેતા અશોકભાઈ સેહુમલ કેવલરામાણી એ સીટી-બી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે,  રાજેશભાઈ પુતીલાલભાઈ આર્ય, ઉ.વ.રર, રે. નાગેશ્વર ઢોલીયાપીરના દરગાહ વાળી શેરી, ખેતાણી ટાઈલ્સ પાસે, ગળાફાંસો ખાઈ જઈ મરણ ગયેલ છે.

પરણીતાને દુઃખ ત્રાસ

અહીં મહિલા પોલીસ સ્ટેશનમાં ચાંદનીબેન હીરેન જમનભાઈ જોગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, લગ્ન થયા ત્યારથી આજદિન સુધી પતિ– હીરેન જમનભાઈ જોગીયા, સસરા– જમનભાઈ નાનજીભાઈ જોગીયા, સાસુ– મીનાબેન જમનભાઈ જોગીયા, દીયર– રવીભાઈ જમનભાઈ જોગીયા, નણંદ– આરતીબેન જમનભાઈ જોગીયા, નણંદ– મીરાબેન મેહુલભાઈ જોગીયા જે ફરીયાદી ચાંદનીબેનના લગ્ન જીવનની શરૂઆતથી ઘરના કામકાજ તથા ઘરકામ બાબતે વાંક કાઢી શારીરીક તથા માનસીક દુઃખ ત્રાસ આપી મારકુટ કરી ગાળો કાઢી એકબીજાની મદદગારી કરીને ગુનો કરેલ છે.

મોટરસાયકલ ચોરાયાની રાવ

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કમલેશભાઈ મનસુખલાલ વોરા એ ફરીયાદ નોંધાવી છે કે, જી.જી.હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરેલ પોતાનું ટી.વી.એસ. એકસ.એલ.–૧૦૦ જેના રજી.નં. જી.જે.–૧૦–સી.કયુ.–૩૩૦૯ ગ્રે કલરના પટ્ટાવાળું જેની કિંમત રૂ.રપ૦૦૦નું કોઈ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

(1:48 pm IST)