Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

હડીયાણાના શ્રી હરસિધ્ધી માતાજીના પૌરાણીક મંદીરના પ્રમુખપદે

સૌપ્રથમ વખત પ્રમુખની જવાબદારી રાજકોટના ફાળે

રાજકોટ,તા.૧૭: જામનગર જિલ્લાના હડીયાણા ગામ ખાતે દાલભ્ય ગૌત્ર ત્રિવેદી પરિવારના કુળદેવી શ્રી હરસિધ્ધી માતાજીનું પૌરાણીક મંદીર આવેલું છે. જયાં સમગ્ર ગુજરાતમાંથી ત્રિવેદી પરિવારો બહોળી સંખ્યામાં દશેરાના દિવસે હવન વિધીમાં ખાસ સહપરિવાર ઉપસ્થિત રહે છે. દાલભ્ય ગૌત્ર ત્રિવેદી પરિવારોનું આ મંદીર આસ્થાનું કેન્દ્ર છે અને ત્યાં જ ત્રિવેદી પરિવારના સુરાપુરા અને સતીમાં પણ હડીયાણા ગામ ખાતે જ આવેલ છે.

જેમાં આ વખતે પ્રમુખ તરીકેની જવાબદારી રાજકોટના ભૂદેવ સેવા સમિતિના સ્થાપક, હડીયાણા ચોવીસી બ્રહ્મપુરીના પ્રમુખ તેજસ ત્રિવેદીને સોંપવામાં આવેલ છે. આજથી ૩ માસ પહેલા હરસિધ્ધી મંદીર માતાજી ચેરીટેબલ ટ્રસ્ટની સામાન્ય સભા જામનગર ખાતે આવેલ સંસ્કૃત પાઠશાળા ખાતે મળેલ હતી જેમાં તેજસ ત્રિવેદીને નવા પ્રમુખ તરીકે તથા બ્રીજેશ ત્રિવેદી એડવોકેટ (જામનગર)ને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી તેમજ હોદેદારોની વરણી અંગેનો સર્વાનુમતે ઠરાવ કરેલ હતો.

આ ઉપરાંત ટ્રસ્ટનાં નવા હોદેદારો તથા કારોબારી સભ્યોની વરણી કરવામાં આવેલ હતી. આ અંગે તેજસ ત્રિવેદી (મો.૯૯૦૪૦ ૦૪૮૩૮)એ જણાવેલ કે આવનારા દિવસોમાં રાજકોટ તથા અલગ દરેક જિલ્લાના પ્રમુખ મથકે ત્રિવેદી પરિવાર દાલભ્ય ગૌત્રનું જિલ્લા વાઈઝ સંમેલનનું પણ આયોજન કરવામાં આવશે.

(1:40 pm IST)