Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

વાંકાનેર પેલેસની ૩૪ લાખની ચોરીમાં તસ્કર ટોળકી ૧૦ દિ'ના રીમાન્ડ પર

તસ્કર ગણેશને લઇ મોરબી એલસીબીની ટુકડી તપાસાર્થે દિલ્હી દોડી ગઇ

તસ્વીરમાં જયાં ચોરી થઇ હતી તે પેલેસ દૃશ્યમાન થાય છે. (તસ્વીરઃ મહમદ રાઠોડ-વાંકાનેર)

વાંકાનેર, તા. ૧૭ : આશરે ત્રણેક માસ પૂર્વે વાંકાનેર રાજવીના રણજીત વિલાસ પેલેસમાંથી આશરે ૩૪ લાખ રૂપિયાની એન્ટિક ચીજ વસ્તુઓની થયેલ ચોરીમાં એક મહિલા સહિત દિલ્હી અને નાસિકના કુલ છ આરોપીઓને મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાની નિગેહબાનીમાં જીલ્લા એલસીબીએ ઝડપી પાડી કોર્ટમા રજૂ કરતા કોર્ટે ૧૦ દિ'ના રીમાન્ડ મંજુર કર્યા હતાં.

કોર્ટમાં મુદ્દામાલ કબ્જે કરવા માટે પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતાં અને રીમાન્ડ માટેની માંગણી મોરબી એલસીબીએ કરી હતી. ત્યારે સરકારી વકીલ સી.એલ. દરજીએ  સેશન કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના આધારો રજૂ કરી આરોપીના પંદર દિવસના રીમાન્ડની માંગણી કરી હતી. સરકારી વકીલશ્રીની ધારદાર દલીલો બાદ વાંકાનેરના ન્યાયાધિશ શ્રી જોષીએ તમામ આરોપીઓના ૧૦ દિવસના રીમાન્ડ મંજુર કરેલ છે જે રીમાન્ડના આધારે પોલીસ વિવિધ જગ્યાઓના સુરાગ મેળવી ચોરાયેલી કિંમતી એન્ટિક આઇટમોનો મુદ્દામાલ કબ્જે કરશે.

(12:03 pm IST)