Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ભારત એટલે સતી-સન્નારીઓનો દેશઃ પૂ. કનૈયાલાલ ભટ્ટ

હળવદ-ચરાડવા શ્રી મહાકાળી આશ્રમે આયોજીત શ્રીમદ્ દૈવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ-દશ મહાવિદ્યા યજ્ઞ સહિત ધર્મોત્સવનો વિરામ... : પૂ. દયાનંદગીરીબાપુનાં આર્શિવાદ અને કથા શ્રવણનો લાભ લેતા ''અકિલા''ના એકઝીકયુટીવ એડિટર-વેબ એડિશન એડિટર શ્રી નિમીષભાઇ ગણાત્રા પરિવાર

રાજકોટ, તા.૧૭: મોરબી જીલ્લાનાં હળવદ તાલુકાનાં ચરાડવા ગામ નજીકનાં ચરાડવા ગામ નજીકનાં દેવળીયા રોડ ઉપર આવેલ શ્રી મહાકાળી આશ્રમે તા.૯ને શુક્રવારથી ધમોત્સવનો પ્રારંભ થયો છે. જે આજે વિરામ લેશે.

ગઇકાલે શ્રીમદ દેવી ભાગવત સપ્તાહ  જ્ઞાનયજ્ઞનાં આઠમા દિવસે પૂ. દયાનંદગીરીબાપુનાં આર્શિવાદ તથા કથા શ્રવણનો લાભ ''અકિલા''ના એકઝીકયુટીવ એડિટર-વેબ એડિશનના એડિટર શ્રી નિમીષભાઇ ગણાત્રા, તેમના ધર્મપત્ની શ્રીમતી કિરણબેન નિમીષભાઇ ગણાત્રા,  ચિ. ધન્વી,  ચિ. માહી પરિવારે લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.

પૂ. દયાનંદગીરી બાપુના સાનિદયમાં દશ મહા દશ મહા વિદ્યા યજ્ઞ તનાં શાસ્ત્રી પૂ. કનૈયાલાલ ભટ્ટના વ્યાસાસને શ્રીમદ્ દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ આયોજન કરાયુ છે.

જેમા દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. અને દર્શન, પૂજન, અર્ચન, કિર્તનનો લાભ લઇ રહ્યા છે.

પૂ. દયાનંદગીરી બાપુના આદેશથી પરમ શિષ્ય પૂ. અમરગીરીબાપુના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવાકો દ્વારા ભાવિકોને સરળતાથી દર્શન, કથા શ્રાવણનો લાભ મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

અર્વાચીન ધન્વંતરી-આયુર્વેદનાં મર્મજ્ઞ-તજજ્ઞ પૂ. સંતશ્રી દયાનંદગીરી બાપુની પાવન નિશ્રામાં ચાલતી દેવી ભાગવત કથાના કાલે આઠમાં દિવસે બહારગામથી અનેક અતિથી વિશેષ પધાર્યા હતા. સંતો-મહંતો- મહામંડલેશ્વરોએ હાજરી હતી. કચ્છ ગાંધીધામથી હરીયાણાનાં શ્રી દિનેશજી ગુપ્તા અને અન્ય રાજકીય અગ્રણી મહાનુભાવો પધારેલ હતા.

સાયંકાલે મહાલક્ષ્મીનું પ્રાગટય થયું તે કથા તેમજ મહાલક્ષ્મીનાં અન્ય સ્વરૂપો તેની ઉપાશના અનેૅ છેલ્લે નવદુર્ગા મહારાસની કથા અત્યંત ભાવવિભોર સ્થિતિમાં વર્ણવાઇ હતી. તે પ્રસગે નવ દિકરીઓને નવદુર્ગાનો શ્રુંગાર પહેરાવી તેમનું વિધીવત પુજન લધુમહંત પૂ.શ્રી અમરગીરીજી મહારાજે કયુંર્ હતું. ત્યારે પુરો સભા મંડપ- ભાઇઓ-બહેનો એક કલાક સુધી સંગીત ને તાલના સથવારે પ્રાચીન ગરબાઓ પર   ઝુમ્યા હતા. પૂ. શાસ્ત્રીજીના કુશળ સંગીતકારોએ રાસગરબાની ઝડીઓ વરસાવી હતી. પૂ. દયાનંદ ગીરી બાપુએ પોતાના આશીર્વાદનું પઠન કરાવ્યું હતું.

વ્યાસપીઠાધીશ વિદ્યા વાચસ્પતિ વકતા, સંસ્કુત સાહિત્ય અને શાસ્ત્રીય સંગીતનાં તજજ્ઞ કથાકાર રાજકોટના પૂ. શ્રી કનૈયાલાલ ભટ્ટ શાસ્ત્રીજીએ તેમની રસાખશૈલીથી શ્રોતાઓને મંત્ર મુુગ્ધ કર્યા હતો.

પૂ. કનૈયાલાલ ભટ્ટે કહ્યું કે દેવી ભાગવતનાં મત અનુશાર આ સૃષ્ટિનું સર્જન રાધા અને કૃષ્ણએ રાસ રમતા કર્યુ છે. રાધાકૃષ્ણના રાસમાંથી બ્રહ્માંડ સર્જન થયું છે. તેથીતો જુવો બ્રહ્માડ ચારે તરફનિસર્ગ - નૈપથ્ય અને પ્રકૃતિનો રાસ જ દેખાય છે. આકાશમાં ગ્રહો એકબીજાને પ્રદક્ષિણા ફરે છે તે ગ્રહોનો રાસ છે. સાગરના જલમાંથી વરાળ પછી વાદળ પછી વર્ષા પછી નદી નહેર થઇ ફરી સમુદ્રમાં જ જલ પહોંચે તે જલનો રાસ છે. આમ પ્રકૃતિ પણ રાસ રમે છે.

કથાકાર પૂ.કનૈયાલાલ ભટ્ટે વધુમાં કહ્યુ કે રસનું બહુવચન રાસ છે. એક વ્યકિત પામે તે રસ પરંતુ સર્વને સમભાવથી  મળે તે રાસ છે. ગાનાર-રમનાર-બજાવનાર કે જોનાર સહુને સરખો આનંદ આપે તે મહારાસ છે. લક્ષ્મીજી ચર્તુભુજ વિષ્ણુને પરણ્યાને રાધાજી દ્વીભુજ કૃષ્ણને પરણ્યા છે. સતયુગમાં લક્ષ્મી 'વેદવતી' થયા, દ્વેતાયુગમાં સીતાજી થયા અને દ્વાપર યુગમાં 'રુકમણી' થયા છે.

ત્રિકાળ સંધ્યા કરે તે બ્રાહ્મણ પરંતુ, ત્રિકાળ યજ્ઞ કરે તે અગ્નીહોત્રી બ્રાહ્મણ છે. અગ્નીનાં ત્રણ સ્વરૂપ છે. આવહનિય-ગાર્હપત્ય- ને દક્ષિણાગ્ની. પાવક-પવમાન અને શુચિ અગ્નીમાં ત્રણ પુત્રો છે. અગ્ની હમેંશા ઉર્ધ્વગામી જ હોય છે અને પાણી હમેંશા અર્ધાગામી જ હોય છે.

પૂ.કનૈયાલાલ ભટ્ટે વધુમાં કહ્યુ કે સંતો-શુરવીરોને સાધુઓનો દેશ એટલે ભારત દેશ છે. પરંતુ તેનાથી વધુ ગૌરવ તો એ છે સતિ સનારીઓનો દેશ એટલે ભારત દેશ છે. શોધ કરવાથી સાધુ વિશ્વનાં ઇત્તર સંસ્કૃતિમાંથી મળે છે. પરંતુ સતિઓનો કેવળ ભારત ભૂમિમાં જ મળે છે. નર્મદા સતી આપણાં ગુજરાતમાં થયા જેમણે સુર્યનારાયણને વચનથી બાંધી દીધો. ૩ દિવસ સુધી ઉગવા જ ના દીધો તે સતીનાં સતનો પ્રભાવ છે.

આજરોજ તા.૧૭ને નવેમ્બર શનિવારે કથાનો અંતિમ છેલ્લો દિવસ છે. આજે કથાની પૂર્ણાહુતિ ધામધૂમથી થશે.

 ચરાડવા(મોરબી અને હળવદ વચ્ચે, મોરબી થઇ રપ કીમી) ખાતેના મહાકાલી ધામમાં સવાસો વર્ષના પૂજય દયાનંદગીરી બાપુના સાનિધ્યમાં ચાલી રહેલ શ્રી દૈવી ભાગવત નવાન્હ પારાયણ અને દસ મહા વિદ્યા યજ્ઞની આજે પૂર્ણાહુતિ છે રોજ ૨૦થી૨૫ હજાર ભાવિક ભાઇ બહેનો અને ચરાડવા આસપાસના ૧૫ ગામોના પૂજય બાપુના સેવકો આ ધર્મ ઉત્સવનો ૯-૯ દિવસથી લાભ લઇ રહ્યા છે. અકિલાના એકિઝકયુટિવ એડિટર અને અકિલાની વેબ એડિશનના એડિટર શ્રી નિમિષભાઇ ગણાત્રા, શ્રીમતી કિરણબેન ગણાત્રા ચિ. ધન્વી, ચિ. માહી અને પરિવારે પૂજય દયાનંદગીરી બાપુના આર્શીવાદ મેળવી કથા શ્રવણ કરેલ તે પ્રસંગની તસવીરો.. પૂજય દયાનંદગીરી બાપુના પટ્ટ શિષ્ય અને લધુ મહંત પૂજય અમરગીરી બાપુ, કથાપાન કરાવી રહેલ સુપ્રસિદ્ધ કથાકાર રાજકોટવાળા પૂજય કનૈયાલાલ ભટ્ટ અને તેમના ધર્મપત્ની તથા હજારો ભાવિકો નજરે પડે છે... (તસ્વીરો કિંજલ કારસરિયા, જામનગર, અહેવાલ મુકુન્દ બદીયાણી)

(11:56 am IST)