Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

માળિયાના ખેડૂતો સિંચાઇના પાણી માટે ફરીથી કરશે ઉપવાસ

 મોરબી તા. ૧૭ : માળિયા તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું ના હોય અગાઉ કરેલા આંદોલન બાદ ફરીથી એ જ પ્રશ્ન ઉપસ્થિત થતા રોષે ભરાયેલા ખેડૂતોએ આજે જીલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદન પાઠવીને ત્રણ દિવસના પ્રતિક ઉપવાસની જાહેરાત કરી છે.

ઙ્ગમાળિયા તાલુકા નર્મદા શાખા નહેર ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા આજે રાજયના મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે માળિયા તાલુકાના નર્મદા શાખા નહેરમાં ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા તા. ૨૩-૧૦ પછી ૦૬-૧૧ અને ૧૨-૧૧ ના પત્ર દ્વારા નીતિનભાઈ પટેલને અને વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરવા છતાં પાણી વધારવાને બદલે પાણી ઘટાડવાના આદેશો થતા માળિયા તાલુકાના ખેડૂતોને પ્રતિપાદિત થયું કે માળિયા તાલુકાના ખેડૂતોને રવિ પાક માટે સમયસર અને પૂરતા પ્રમાણમાં પાણી નહિ મળે તેમ લાગતા તા. ૧૯ ને સોમવારે રેલી સ્વરૂપે ખાખરેચી ગામથી શાખા નહેર સુધી જશે અને માળિયા તાલુકાના લાભાર્થી ગામોના ખેડૂતો ત્રણ દિવસ સુધી પ્રતિક ઉપવાસ કરશે

દિવ્યાંગ બાળકોનું કૌવત

દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશયલ ખેલ મહાકુંભ-૨૦૧૮નું આયોજન વીરપર નજીક આવેલ નજીક નાલંદા વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું છે. જેમાં અસ્થિ-વિષયક તથા અંધજન શ્રેણીની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં માનસિક અને શારીરિક ક્ષત્રીગ્રસ્ત, અંધ અને શ્રાવણ ક્ષતિ ધરાવતા બાળકોએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો. તેમજ ગોળાફેક, દોડ, ભાલાફેક જેવી સ્પર્ધા યોજાઈ હતી.તેમજ દરેક સ્પર્ધામાં મોટી સંખ્યામાં દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા મોરબી જીલ્લા શિક્ષણ અધિકારી બી.એન. દવે, મોરબી-માળિયા ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જીલ્લા રમત-ગમત અધિકારીઙ્ગપ્રવિણાબહેન પાંડાવદરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અને બે દિવસીય ખેલ મહાકુંભમાં વિજેતા ખેલાડીઓ રાજય કક્ષાએ ભાગ લેવા જશે.

બેંક ફ્રોડ રોકવા રજૂઆત

મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને દેશના ગૃહ મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી શહેરમાં તાજેતરમાં ટાઈલ્સના વેપારીના બેંક ખાતામાંથી સાડા અગિયાર લાખનો ફ્રોડ થયો છે અને ગ્રાહક બેંકમાં જાય તો બેંક હાથ ઊંચા કરી દે છે અને કોઈ તપાસ કરતી નથી ફ્રોડના બમાંવમાં રકમ જેના ખાતામાં જમા થાય છે તે બેંક ખાતાના આધારે ચીટર સુધી પહોંચી સકાય છે અને બેંક પાસે ગ્રાહકની તમામ માહિતી હોય છે જે માહિતી સાયબર ક્રાઈમ બ્રાંચને આપવામાં આવે તો બેંક ફ્રોડ કરનારને ઝડપી આવા ચીટીંગ રોકી સકાય છે.

બેંક ટ્રાન્સફરની માહિતી બેંક પાસે હોય છે જે તપાસ ચલાવતી એજન્સીને આપવી જરૂરી છે જેથી ગૃહમંત્રી આર બી આઈને અને પોલીસવડાને રસપૂર્વક ધ્યાન દઈને કામ થાય તેવી તાકીદ કરે તો ચીટર ને ઝડપી સકાય તેમ છે જેથી આ મામલે યોગ્ય પગલા ભરવાની માંગ કરવામાં આવી છે.

(11:11 am IST)