Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

તળાજા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીને લઈ ભાજપના સેન્સ કાર્યમાં ટીકીટ વાચ્છુંઓની પાંખી હાજરી

ભાજપનો દબદબો ઘટ્યો કે... : મુસ્લિમ સમાજ ભાજપથી નારાજ, એકપણ માગણી દાર નહિ ! કોંગ્રેસના મોટા ભાગના ઉમેદવારો નક્કી, સેન્સ પ્રક્રિયાનું નક્કી નહિ

 તળાજા તા. ૧૭ : તળાજા માર્કેટીંગ યાર્ડની ચૂંટણી ને લઈ આજ ભાજપ દ્વારા તળાજા ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપનો દબદબો ઘટ્યો હોય તેવો સિનારિયો રચાયો હતો. માત્ર ૨૩ વ્યકિતઓએ દાવેદારી નોંધાવી હતી.જેમાં મુસ્લિમ સમાજ ની એકપણ દાવેદારી સત્ત્।ાવાર રીતે નોંધાઇ ન હતી. યાર્ડ ના વર્તમાન પ્રમુખ એ પોતે ચૂંટણી લડશે તેમ જણાવ્યું હતું. કોંગ્રેસ ની સેન્સ પ્રક્રિયા વગરજ નામો નક્કી થાય તો નવાઈ નહિ રહે.

તળાજા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીને લઈ તળાજા તાલુકાના સહકારી ક્ષેત્રે ગરમાવો આવ્યો છે. જીલ્લા ભાજપ દ્વારા તળાજાની આરાધ્યા સ્કુલ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દિલીપભાઈ સેટા, બટુકભાઈ ધંધાલિયા, જગદીશસિંહ ગોહિલ એ ચૂંટણી લડવા ઇચ્છુકો ને સાંભળ્યા હતા.

ખેડૂત પેનલ ની આઠ બેઠકો માટે ૧૭ દાવેદારો હતા. જેમાં તાલુકાઙ્ગ પંચાયત ના પૂર્વ પ્રમુખ નાથુભાઈ આહીર એ પણ દાવેદારી કરી છે. યાર્ડ અને તાલુકા ભાજપઙ્ગ સંગઠન પ્રમુખ વિક્રમસિંહ ગોહિલનું દાવેદારની યાદીમાં નામ ન હોય તેઓ એ જણાવ્યું હતું કે ક્ષત્રિય ગોહિલ સમાજ એ નિર્ણય કરી મનેઙ્ગ ચૂંટણી લડવાનું કહેતા પોતે ચૂંટણી લડવાના છે.

વેપારી પેનલ માટે ચાર બેઠક છે. તેમાં માત્ર ત્રણ જ દાવેદરો નોંધાય છે. જેમાં પૂર્વ નગર સેવક વીરભદ્રસિંહ વાળા, ભરત ભાઈ સરવૈયા નો સમાવેશ થાય છે. ભાજપ મુસ્લિમ સમાજને પણ ટીકીટ આપે છે તેમ છતાં આજ મુસ્લિમ સમાજનું વેપારી પેનલમાં નોંધ પાત્ર મતદાન હોવા છતાં સતાવર રીતે ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવનાર એકપણ વ્યકિત આવેલ નહિ. આ બાબતે દિલીપભાઈ સેટા એ જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજ નક્કી કરીને નામ આપશે તેને પાર્ટી માન્ય રાખશે.

તો ખરીદ વેંચાણસંઘ ની બે બેઠકો માટે માત્ર બેજ ઉમેદવાર એ માગણી કરી હતી.યાર્ડ ના વર્તમાન ઉપ પ્રમુખ એ પણ પક્ષ સમક્ષ દાવેદારી કરી છે.

બીજી તરફ કોંગ્રેસઙ્ગ પ્રમુખ દિગુભા ગોહિલને સેન્સ પ્રક્રિયા બાબતે પૂછતાં તેમણે કહયુ હતું કે અમોએ ઘણાજ સમય થી તયારી કરીદિધી હતી. સમાજ વાઇઝ આગેવાનોને જ નામ નક્કી કરવાનું કહી દીધેલ. મોટા ભાગે નામ નક્કી જ છે કોંગ્રેસ ટિમ ના તેમ છતાં પાર્ટી જે આદેશ આપશે તેમ કરીશું.

બ્રહ્મસમાજ એ સામુહિક રીતે વધુઙ્ગ પ્રતિનિધિત્વ માગ્યું

તળાજા શહેર અને તાલુકા બ્રહ્મસમાજના આગેવાનો જે ભાજપમાં સક્રિય છે તે લોકો આજ સનગઠિત બની આવ્યા હતા. સેન્સ પ્રક્રિયા દરમિયાન આગેવાનોને મળી બ્રહ્મ સમાજને વધુ પ્રતિનિધિત્વ આપવાની વાત કરી હતી.

પનોતની ચૂંટણી લડવાની ના?!

જિલ્લાની સર્વોત્તમ ડેરીના અધ્યક્ષ અને સહકારી ક્ષેત્રના આગેવાન મહેન્દ્રભાઈ પનોત ભૂતકાળમાં તળાજા માર્કેટીંગ યાર્ડ ના અધ્યક્ષઙ્ગ રહી ચૂકયા છે. ગત ચૂંટણીમાં તેઓ ચૂંટાય હતા. પ્રમુખ પદ તેમને જ મળે તેમ હતું. પરંતુ અંતિમ ઘડીએ પાર્ટી એ કરેલ ફેરફારને લઈ ગાડી માં પેડાં અને ફૂલ પડ્યા રહ્યા હતા.ત્યાર થી તેઓ નારાજ હતા. આ વખતે કહેવાય છે કે પનોતને ચૂંટણીનું સુકાન સાંભળવાનું કહેવામાં આવ્યૂ હતું પરંતુ ભૂતકાળના કડવા અનુભવે તેમણે તળાજા યાર્ડની ચૂંટણીથી દુર જ રહેવાનું પસંદ કર્યાની વાત ભાજપમાં ચર્ચાનો વિષય છે.

(11:06 am IST)