Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ઉપલેટામાં પૂ. જલારામ બાપાની ર૧૯મી જન્‍મ જયંતિની ભાવપૂર્વક ઉજવણી

લોહાણા મહાજન દ્વારા શોભાયાત્રા સહિત અનેક કાર્યક્રમો યોજાયા

ઉપલેટા, તા. ૧૭ : સમગ્ર ગુજરાત-સૌરાષ્‍ટ્ર અને દેશભરમાં પૂ. જલારામ બાપાને એક સંત તરીકે લોકો યાદ કરી શ્રદ્ધાપૂર્વક નમન કરે છે ત્‍યારે કારતક સુદ-૭ના પૂ. જય જલારામબાપાની ર૧૯મી જન્‍મ જયંતિની ઉજવણી ઉપલેટા લોહાણા મહાજન દ્વારા કરવામાં આવેલ હતી.

આ આયોજનના ભાગરૂપે સવારે લોહાણા સમાજના પ૧ નવદંપતિઓ દ્વારા પૂજય જલારામ બાપાની પૂજા કરવામાં આવેલ. આખો દિવસ જલારામ ધૂન અને બપોરના ૩-૦૦ વાગ્‍યે સમાજના ભાઇ-બહેનોની હાજરીમાં કેઇક કાપીને જલારામબાપાના જન્‍મદિવસની ઉજવણી કરવામાં આવેલ હતી.

ત્‍યાર બાદ બપોરે પૂ. જલારામ બાપાની શોભાયાત્રા સતી માતાજીની ડેરીથી ગાંધી ચોક ભગતસિંહ ચોક થઇને બાવલા ચોકમાં પહોંચી હતી ત્‍યાંથી લોહાણા મહાજનવાડીએ પહોંચી હતી જયાં મહાપ્રસાદ તથા જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવેલ હતું.

આ પ્રસંગને સફળ બનાવવા લોહાણા મહાજન પ્રમુખ જગદીશભાઇ ગણાત્રા, કીરીટભાઇ લાલચેતા, જગદીશભાઇ જોબનપુત્રા, રવિભાઇ મંગેચા, પીન્‍ટુ ગણાત્રા, જનકભાઇ ગણાત્રા, નીલુભાઇ ગોંધીયા, મુકેશભાઇ કક્કડ, વિનુભાઇ રાજા, હરેશભાઇ રૂઘાણી, દિપકભાઇ પારેખ, ધોકાઇ ઉપરાંત યુવક મંડળના સભ્‍યો રાજુભાઇ મહેતા, હરેશ રાયચુરા, ચીરાગ ગણાત્રા, પરાગ કોટેચા, રાજુભાઇ કાછેલા, બીપીન રાજાણી, કિશોરભાઇ ચના બાબરા, હાર્દિક દતાણી, હાર્દિક પારેખ, હાર્દિક દાવડા, યશ મહેતા, યશ મહેતા, વિવેક સવજીયાણી, આશિષ રાયચુરા, કેવલ તન્ના ઉપરાંત મહિલા મંડળમાંથી રીટાબેન ગણાત્રા, ઇન્‍દુબેન ધોકાઇ, બેલાબેન રાયચુરા, લતાબેન નથવાણી, પલક ચોટાઇ, શીલાબેન ગણાત્રા, જાગુબેન ચંદારાણા, ચેતનાબેન પારેખ, અંકિતા પારેખ, સહિત અનેક લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:48 am IST)