Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

પોરબંદરમાં આવતીકાલે જગદગુરૂ શંકરાચાર્ય સ્‍વરૂપાનંદ સરસ્‍વતીજીની શ્રધ્‍ધાંજલી સભા

પોરબંદર તા.૧૭ : બ્રહ્મલીન જગદગુરૂ શંકરાચાર્ય સ્‍વરૂપાનંદ સરસ્‍વતીજી મહારાજની શ્રધ્‍ધાંજલી સભા આવતીકાલે રવિવારે સત્‍યનારાયણ મંદિરના ગીતાભવન ખાતે રાખવામાં આવી છે.

બ્રહ્મલીન જગદગુરૂ શંકરાચાર્યજી પરમ પુજય ્વવરૂપાનંદ સરસ્‍વતીજી મહારાજનું શિવલોક ગમન થતા તેઓને શ્રધધાસુમન અર્પણ કરવા તા.૧૮ ને રવિવારે સમસ્‍ત સનાતન ધર્માવલંબી દ્વારા સત્‍ય નારાયણ મંદિરના ગીતાભવન ખાતે શ્રધ્‍ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્‍યું છે. બપોરે ૪.૩૦ થી ૬ દરમિયાન યોજાનાર આ શ્રધ્‍ધાંજલી સભામાં સૌ સંતધર્મીઓ અને સમસ્‍ત હિન્‍દુ ધર્મની જનતાને ઉપસ્‍થિત રહેવા જણાવાયું છે.

બ્રહ્મલીન જગદગુરૂ શંકરાચાર્યજી પરમપુજય સ્‍વરૂપાનંદ સરસ્‍વતીજી મહારાજનો જન્‍મ મધ્‍યપ્રદેશમાં થયો હતો અને માત્ર ૯ વર્ષની ઉંમર તેમણે ધાર્મિક યાત્રાઓ શરૂ કરી હતી અને કાશી પહોંચ્‍યા બાદ તેમણે બ્રહ્મલીન શ્રી સ્‍વામી કરપતી મહારાજ પાસે વેદ, વેદાંગ, અને શાષાો શીખ્‍યા હતા તથા ઇ.સ ૧૯પ૦માં જયોતિષપીઠના શંકરાચાર્યએ સ્‍વામી બ્રહ્માનંદ સરસ્‍વતી પાસેથી દંડસન્‍યાસની દીક્ષા લીધી  અને સ્‍વામી સ્‍વરૂપાનંદ સરસ્‍વતી તરીકે ઓળખાયા.

હિન્‍દુ ધર્મમાં શંકરાચાર્યનું પદ મહત્‍વપુર્ણ છે, શંકરાચાર્યને હિંદુઓના માર્ગદર્શન અને ભગવાન પ્રાપ્‍તીના માધ્‍યમ જેવી બાબતોમાં હિંદુઓને આદેશ આપવાનો વિશેષઅ ધિકાર મળે છે. બધા હિંદુઓએ શંકરાચાર્યના આદેશનું પાલન કરવુ જોઇએ. વર્તમાન યુગમાં અંગ્રેજોની મુત્‍સદ્દીગીરીને કારણે ધર્મનો જે ક્ષય થયો છે, જે આપણી શિક્ષણ પ્રણાલીના દુષણ અને ગુરૂકુળ પરંપરાના વિનાશને કારણે થયો છે. ચારેય મઠોના શંકરાચાર્યો અને તમામ વૈષ્‍ણવાચાર્ય મહાભાગીઓ સંગઠનમાં સક્રિય છે. હિંદુઓ અને તેમને પુનઃ ઉત્‍થાન, હિન્‍દુઓને એક કરવાની ભાવનામાં આદિગુરૂ ભગવાન શંકરાચાર્યએ ૧૩૦૦ વર્ષ પહેલા ભારતની ચારેય   દિશામાં ચાર ધાર્મિક રાજધાની (ગોવર્ધનમઠ, શૃંગેરી મઠ, દ્વારકા મઠ, અને જયોતિમઠ)મઠની સ્‍થાપના કરી હતી. જગદગુરૂ શંકરાચાર્યશ્રી સ્‍વામી સ્‍વરૂપાનંદ સરસ્‍વતીજી ૧૯૮ર થી ર૦રર સુધી દ્વારકાપીઠના શંકરાચાર્ય હતા. 

(1:13 pm IST)