Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈને જામનગરમાં રિવાબા રવીન્દ્રસિંહ જાડેજાએ અનોખી રીતે કરી PMનાં જન્મદિવસ ની ઉજવણી, માતૃ શક્તિ ચેરી.ટ્રસ્ટના પ્રમુખ રિવાબા જાડેજાએ શહેરના જુદા જુદા વોર્ડમાં જઈ સફાઈ કામદારો સાથે કરી સફાઈ, સ્વચ્છતા જાગૃતિ માટે આપ્યો અનોખો મેસેજ.

રાજકોટ માં રોડ રસ્તા અને ખાડાના મુદ્દે રાજકોટ જનરલ બોર્ડ માં શાસક વિપક્ષ આમને સામને, આમ આદમી પાર્ટીના વશરામ સાગઠીયા દ્વારા ભારે વિરોધ પ્રદર્શન, આપના વશરામ સાગઠીયા એ કહ્યું હું જે રોડ બતાવું ત્યાં ખાડા ન હોય તો હું રાજીનામું આપી દઉં, તો ભાજપે કહ્યું આવતા દિવસોમાં તમારે રાજીનામું આપવાનું જ છે. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

રાજકોટ સીટી બસ ના ડ્રાઈવર ફરી વિવાદ માં, કોલેજીયન યુવતી ની કરી છેડતી, લોકો એ જાહેર માં ચખાડ્યો મેથીપાક.

રાજકોટ ના અટીકા ફાટક પાસે ખુલ્લે આમ વાહન ચાલકો પાસે ઉઘરાવાઈ રહ્યો છે વહીવટ, જાગૃત નાગરીકે ઉતાર્યો વિડીયો, સોસીયલ મીડીયા માં વિડીયો વાયરલ.