Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

જામનગરમાં ભાજપ યુવા મોરચા દ્વારા નરેન્દ્રભાઇના જન્મદિન નિમિતે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા મહારકતદાન કેમ્પ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.૧૭:  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીને જન્મદિવસ નિમિતે સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડીયાની ઉજવણીના ભાગરૃપે ભાજપ યુવા મોરચો તા.૧૭ના દિવસે વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટેમ ગિનિઝ બુકઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા માટે મહારકતદાન કેમ્પનું આયોજન સમગ્ર ભારતમાં કરવામાં આવ્યું છે, જનેા અનુસંધાને જામનગર મહાનગર યુવા મોરચા દ્વારા મોટી સંખ્યામાં યુવાનો રકતદાન કરશે અને વિશ્વ રેકોર્ડ સ્થાપવામાં યોગદાન આપશે.

તા.રપ સપ્ટેમ્બર ર૦રરના પંડિત દિનદયાળજી ઉપાધ્યાયની જન્મ જયંતી નીમીતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વિધાનસભા સિટ સહ રન ફોર ડેવલપમેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને જામનગર મહાનગર યુવા મોરચા દ્વારા તા.રપ સપ્ટેમ્બર ર૦રર, સવારે ૬.૩૦ કલાકે તળાવની પાળ ગેઇટ નં.ર ની સામેથી રન ફોર ડેવલપમેન્ટ મેરેાથોનનું પ્રસ્થાન કરવામાં આવશે. જે જામનગરના મુખ્ય માર્ગો થઇ અંદાજે ૬ કિ.મી.નો રૃટ થશે. જેમાં નાના બાળકો સ્કુલ કોલેજના વિદ્યાર્થી અને જામનગરની જાહેર જનતાને જોડાવવા અપીલ કરીએ છીએ, આ 'રન ફોર ડેવલપમેન્ટ'નું આયોજન આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા વડાપ્રધાન બન્યા પછી ભારતનું નામ વિશ્વ ફલક પર ઉચ્ચ સ્થાન પર બેસાડયુ છે. અને વિકાસપુરૃષ સાબિત થયા છે.

આપણે સહુ રન ફોર યુનિટિ એકતાના પ્રતિક સમાન સરદાર પટેલના નામે કરીએ છીએ, તો આ રન ફોર ડેવલોપમેન્ટનું આયોજન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીના વિકાસ પુરૃષ તરીકે ઉજવીયે  છીએ, જે ભારત દેશની એકતાના પ્રેરણા સ્ત્રોત છે. જેમને ભારત દેશને જોડવા માટે સરદાર જાણીતા છે એ જ રીતે વિકાસ માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના સન્માનમાં સમગ્ર ગુજરાતમાં રન ફોર ડેવલપમેન્ટનું આયોજન ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કરવામાં આવશે.

(1:11 pm IST)