Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

શ્રી ઘેલા સોમનાથ મંદિરના ટ્રસ્‍ટી મંડળમાં સાધુ સમાજને સમાવવા ભુપેન્‍દ્રભાઇને રજૂઆત

(કિશોરભાઇ રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૧૭ : ઘેલા સોમનાથ મંદિર નવા ટ્રસ્‍ટ મંડળમાં સાધુ સમાજને સામેલ નહીં કરતા સાધુ સમાજ દ્વારા રાજ્‍યના મુખ્‍યમંત્રીને રજૂઆત કરી

સાધુ સમાજના અનેક સાધુ સંતો સાથે જસદણના સંજયગીરી ગોસ્‍વામી તેમજ  વિક્રમગીરી બાપુ, પ્રતાપભાઈ ગોસ્‍વામી વિગેરે -તિનિધિ મંડળ ગાંધીનગર રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રીને રૂબરૂ મળીને રજૂઆત કરતા જણાવેલ કે તાજેતરમાં જસદણ તાલુકા ના -સિદ્ધ યાત્રાધામ તરીકે ગણાતા ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્‍ટી મંડળ ની નવી રચના કરી હતી જેમાં તાજેતરમાં જ કોળી સમાજ એપણ વિરોધ કર્યો છે પરંતુ સમગ્ર ટ્રસ્‍ટી મંડળના તમામ ટ્રસ્‍ટીઓમાં સાધુ સમાજને નહીં લેતા સમસ્‍ત સાધુ સમાજમાં ઘેરો રોસ વ્‍યાપી ગયો છે

સાધુ સમાજના ત્રણેય ફિરકાઓએ સમસ્‍ત સાધુ સમાજ વતી જણાવેલ કે ભગવાન શંકરની ઉપાસના આરતી પૂજા કરવાનો સંપૂર્ણ સાધુ સમાજનેઅધિકાર આપવામાં આવ્‍યો છે ત્‍યારે રાજકોટ જિલ્લા કલેકટરના માધ્‍યમ દ્વારા ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના નવા ટ્રસ્‍ટી મંડળની સમિતિઓ બનાવવામાં આવી હતી. જેમાં ૧૪ બિનસરકારી સભ્‍યોને લેવામાં આવ્‍યા છે જેમાં એક પણ સાધુ સમાજનો ટ્રસ્‍ટી તરીકે લેવામાં નથી આવ્‍યા જે સાધુ સમાજ માટે અપમાનજનક છે રાજ્‍ય સરકારના પ્રતિનિધિ તરીકે જિલ્લા કલેકટરે તમામ સમાજને સરખો ન્‍યાય આપવો જોઈએ પરંતુ જિલ્લા કલેકટરે એક એક જ્ઞાતિમાંથી ત્રણ ત્રણ ચાર ચાર ટ્રસ્‍ટી લીધા છે પરંતુ વાસ્‍તવિકમાં જેમણે શંકર ભગવાનની પૂજા નો હક છે અધિકાર છે એવા સાધુ સમાજને બાકાત રાખતા સમસ્‍ત સાધુ સમાજને રોસ ફેલાયો છે

હાલમાં ચૂંટણીનો સમય આવી રહ્યો છે તમામ સમાજને સરખો ન્‍યાય આપવો જોઈએ તેવી સરકારની પણ નેમ હોવી જોઈએ પરંતુ ચૂંટણીના સમયમાં સાધુ સમાજને બાકાત કરી દેતા જસદણ તેમજ સમગ્ર ગુજરાતના સાધુ સમાજમાં પણ આ બાબતે ઘેરા પડઘા પડ્‍યા છે

અને રાજ્‍ય સરકાર તાત્‍કાલિક અસરથી સાધુ સમાજને ઘેલા સોમનાથ મંદિરમાં સરકારના -તિનિ તરીકે લેવામાં આવે તેવી માગણી મૂકી છે જો તાત્‍કાલિક ઘટતું કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઘેરા પડઘા પડશે જેની ગંભીર નોંધ લેવા સમસ્‍ત સાધુ સમાજ એ સરકારને જણાવ્‍યું છે. 

(11:47 am IST)