Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

ગોંડલ રોટરી કલબ દ્વારા ટીબી મુકત ગુજરાત કાર્યક્રમ યોજાયો

(જિતેન્‍દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા. ૧૭ : રોટરી કલબ  દ્વારા આપણું ગુજરાત,ટીબી મુકત ગુજરાત કાર્યક્રમ અંતર્ગત ટીબીના દર્દીને પોષણયુક્‍ત આહાર ઉપરાંત માનસિક અને સામાજિક મદદની જરૂરિયાત રહેતી હોય જે માટે ભારત સરકાર દ્વારા કોમ્‍યુનિટી સપોર્ટ ટુ ટીબી પેશન્‍ટ અંતર્ગત રોટરી કલબ ગોંડલે પહેલ કરી અને સતત ચાર મહિના સુધી ટીબી પેશન્‍ટને દત્તક લઈ પ્રોટીન યુક્‍ત અનાજની કિટનું વિતરણ કરવા પહેલ કરી છે.

ક્‍લબના પ્રમુખ જયભાઈ ભાણવડીયા, સેક્રેટરી  જીગરભાઈ સાટોડીયા, અબૅન હેલ્‍થ સેન્‍ટર ના ડૉ.ગોયલ , ટીબી ડિપાર્ટમેન્‍ટના  જાની , પ્રોજેકટ ચેરમેન યોગેન્‍દ્ર જોશી,નૈમિષ પટેલ, મહેન્‍દ્રભાઈ સોજીત્રા વગેરે હાજર રહ્યા હતા. પ્રો.ચેરમેન યોગેન્‍દ્ર જોશીએ ટીબીના દર્દીને પોષણયુક્‍ત આહાર લેવા, નિયમિત દવાઓ લેવા,તેમજ ઝડપથી ટીબી મુક્‍ત થવાની શુભેચ્‍છા આપતું વક્‍તવ્‍ય આપ્‍યુ હતું.

(11:46 am IST)