Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

ભાણવડ પંથકમાં સગીરા ઉપરના દુષ્‍કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સજા ફટકારતી કોર્ટ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૭ : ભાણવડના દુષ્‍કર્મ કેસના આરોપી રિક્ષાચાલકોને ૨૦ વર્ષની સજા ખંભાળીયાની એડી. સેશન્‍સ અદાલતે ફરમાવી હતી.

આ કેસની ટૂકી હકીકત જોતા આ કેસના ભોગ બનનાર સગીરા તેમની બહેનપણીને તેમના બોર્ઠના રિઝલ્‍ટ બાબતે બહેનપણીને ફોન કરતા ભુલથી અન્‍ય ઇસમ વિશાલ મનહર મકવાણાને લાગી જતા ત્‍યારબાદ તેમની સાથે વાતચીત કરતા તા. ૧/૭/૨૦૨૦ના રોજ વિશાલે જામનગર આવતા ફોન કરેલ જેથી ભોગ બનનાર ઘરેથી નીકળી ગયેલ અને ફરીથી તેનો ફોન આવતા અને કહેલ કે તુ ઘરેથી નીકળતી નહિ તે વખતે ભોગ બનનાર રસ્‍તામાં હોય અને  હું આવું તેમ કહેતા આરોપી વિશાલે આવવાની ના કહેલ અને આવશે તો તેના પિતાને ફોન કરશે. જેથી ભોગ બનાર ગભરાઇ ગયેલ અને ઘરે પરત જાઇ તો ઘરના સભ્‍યોના ઠપકાના બીકથી જામનગર બસમાંથી ઉતરી તેની સાથેનો ફોન તથા સાથેના કપડા કચરા પેટીમાં ફેંકી દીધેલ અને ચાલીને જતા હતા. ત્‍યારે રિક્ષાવાળો આરોપી હુશેન ઉર્ફે બંબાટ કાસમે રિક્ષા ઉભી રાખી તેમને રિક્ષામાં બેસવા જણાવેલ અને મુંજવણમાં હોવાનું પુછી અને તમારો પ્રશ્‍ન હલ કરી દઇશ. તેવું કહેતા. જેથી તેમણે બધી હકીકત જણાવતા અને આરોપી હુસેને કહેલ હું આવી રીતે અગાઉ એક છોકરીને તેમના ઘરે મૂકી આવેલ અને આમ વિશ્વાસમાં લઇ ઘરે મુકી જવા જણાવેલ અને ભોગ બનનારે ડરના માર્યા ઘરે જવાની ના પાડતા બે ત્રણ દિવસ  ભોગબનનારને આરોપી હુસેન કાસમે રિક્ષામાં ફેરવેલ અને બીજા દિવસે ભોગબનનાર સાથે રિક્ષામાં દુષ્‍કર્મ આચરેલ.

 આ દરમિયાન ભોગબનનારના પિતાએ તેમની ભોગ બનનાર દિકરીની ગુમ થવાની ફરિયાદ ભાણવડ પોલીસ સ્‍ટેશનમાં આપેલ અને ત્રીજા દિવસે આરોપી હુસેન કાસમ ભોગ બનનારને તેમના ઘરે મુકી આવેલ અને બીજી કોઇ હકીકત કોઇને નિહ કહેવાની ધમકી આપેલ. ત્‍યારબાદ ભોગ બનનારને વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા આરોપી હુશેને તેની સાથે કરેલ દુષ્‍કર્મની હકીકત જણાવેલ અને ગુન્‍હાના કામે તપાસ કરી ભોગ બનનારની જરૂરી મેડીકલ તપાસણી કરી, આરોપી તથા ભોગબનનારના નમુનાઓ લઇ, મુદ્દામાલ  પૃથકરણ કરાવી કોર્ટમાં આઇપીસી કલમ ૩૬૩,૩૬૬ તથા ૩૭૬ (ડી) તથા પોકસો એકટની કલમ -૩એ, બી તથા ૩, ૫ મુજકનું ચાર્જશીટ કરેલ.

આ કેસના ૧૯ સાહેદોને તપાસવામાં આવેલ અને જીલ્લા સરકારી વકીલ લાખાભાઇ આર.ચાવડાની દલીલ ધ્‍યાને લઇ એડી.સશન્‍સ અદાલત ખંભાળીયાઅ. આરોપી હુશેન ઉર્ફે બંબાટ કાસમને તકસીરવાન ઠરાવી આઇપીસી કલમ ૩૬૩માં ૨ વર્ષ તથા આઇપીસી. કલમ ૩૬૬માં ૫ વર્ષ તથા પોકસો એકટની કલમ ૩, ૩(એ) (બી),૪માં તથા આઇપીસી કલમ ૩૭૬(ડી) બંનેમાં સંયુકત તકસીરવાન ઠરાવી ૨૦ વર્ષની સજા અને રૂપિયા ૨૦,૦૦૦ દંડની સજા ફરમાવેલ છે. તેમજ કમ્‍પેન્‍સેશન સ્‍કીમ હેઠળ ભોગ બનનારને રૂા. ૫,૦૦,૦૦૦  ચુકવવાનો પણ હુકમ કરવામાં આવેલ છે.

(11:38 am IST)