Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

ઉપલેટાના ટોળીયા રોડ પર બંધ મકાનમાંથી તસ્કરો દાગીના-ડોલર સહિત લાખોની મત્તા લઇ ગયા

ઉપલેટા, તા. ૧૪ : અહીંના ડો. ટોળીયા રોડ ઉપર રહેતા ખોજા સમાજના પ્રમુખ ફરીદભાઇ બુધવાણી (ગોલાવાળા)ના મકાનમાંથી ગઇકાલે સમી સાંજે બાજુના મકાનમાંથી ત્રીજા માળની અગાસીમાંથી કોઇ ઇસમોએ ઉતરીને ત્રીજા માળના બે રૂમમાંથી ૬ તોલા સોનાના બે સેટ, ૧ તોલા સોનાની લક્કી, ૬ તોલા સોનાની બંગડી અને એક તોલા સોનાનો ચેઇન મળી ૧૪ તોલા આશરે ૪૮૭૦૦૦/ તેમજ પ૦૦ અમેરિકી ડોલર અને ૧૦૦ યુરો કરન્સી કિંમત ૪ર૮૦૦ મળી કુલ રૂ પ૩ર૮૦૦/-ની ચોરી રૂમના કબાટ તોડી ચોરી કરી ગયાની ફરીયાદ તેમના દિકરા સરકારી શિક્ષણ આરીફ બુધવાણીએ અહીંના પોલીસમાં નોંધાવેલ છે.

જાણવા મળ્યા મુજબ ફરીદભાઇ ખોજા સમાજના પ્રમુખ હોય તેમના ધર્મગુરૂ આગાખાનનો જન્મ દિવસ હોય તેથી ખોજાખાના ખાતે યોજાયેલ જન્મદિવસના કાર્યક્રમમાં સમસ્ત પરિવાર ગયેલ હોય તેનો લાભ લઇ તસ્કરો સમી સાંજે ચોરી કરી જતા શહેરમાં ચર્ચાનો વિષય થવા પામેલ છે.

બનાવની જાણ થતા પી.આઇ.વી.એમ. લગારીયા, પોલીસ પાર્ટી સાથે ઘટના સ્થળે દોડી ગયેલ અને આજુ બાજુના મકાનોના સીસી ટીવી ફૂટેજ તપાસી તેમજ અન્ય તપાસ શરૂ કરેલ છે. આ બનાવની તપાસ પણ પી.આઇ. લગારીયા ચલાવી રહેલ છે.

(11:46 am IST)