Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ખંભાળીયાઃ કરોડોના જમીન કૌભાંડનો આરોપી ત્રણ દિવસની રીમાન્ડ પર

પોલીસને બીજા શખ્સોની કડી મળી!!

ખંભાળીયા તા. ૧પ :.. હર્ષદપુર વિસ્તારમાં આવેલ પંદર કરોડ રૂપિયાની જમીન બોગસ વારસાઇ હકકના કાગળો રજૂ કરીને પચાવવા માટેનું કૌભાંડ લશ્કરના મૃતક બ્રીગેડીપર મોહન મુકુંદસિંહની પંદર વીઘા જમીન પચાવવાનું કાવતરું કરનાર ધોરાજીમાં ભૂંડ પકડવાનો ધંધો કરતા માનસિંહ ઉધમસિંહ સરદારજીને ખંભાળીયા પી. આઇ. અરવિંદસિંહ જાડેજા તથા જમાદાર રાજભા જાડેજા તથા સ્ટાફે પકડીને રીમાન્ડ માટે સાત દિવસની માંગ સાથે રજૂ કરતા ત્રણ દિવસની રીમાન્ડ પર મળતા કાલે તેને કોર્ટમાં રજૂ કરાશે.

આરોપી માનસિંહ ઉધમસિંહની પુછપરછમાં તપાસનીશ અધિકારીઓને ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થઇ છે એ મુજબ આ પ્રકરણમાં તેને બોગસ સર્ટીફીકેટ એલ. સી. તથા દત્તક લેવાના કાગળો તથા અન્ય ડોકયુમેટ બનાવવામાં મદદરૂપ થનાર વ્યકિતઓના નામો ખુલતા પોલીસ દ્વારા એ દિશામાં પણ તપાસ હાથ ધરાઇ છે.

રેવન્યુ કાનુની નિષ્ણાંતો હવે પકડાશે ??

આ પ્રકરણમાં ભૂંડ પકડવાનો ધંધો કરનાર માનસિંહ ઉધમસિંહ કાગળોના બનાવી શકે તેમ હોય વારસાઇ આંબો તથા અન્ય સર્ટીફીકેટ બનાવવા માટે તેને રેવન્યુ તથા કાનુની નિષ્ણાંતોએ મદદ કરી હોય તેમને પકડવા માટે ખંભાળીયા પોલીસે સાણસાવ્યુહ શરૂ કર્યો છે.

(3:42 pm IST)