Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

વેપારી ઉપર હુમલો થતા કેશોદ સજ્જડ બંધ

લુખ્ખા તત્વોના ત્રાસ સામે વેપારીઓની લડતઃ આવેદન પત્ર પાઠવાયુ

 કેશોદ તા. ૧પ :.. અત્રે ગત રાત્રીના શરદ ચોક વિસ્તારમાં જાહેરમાં થયેલ પાન-બીડીના વેપારી પર થયેલ હૂમલાની ઘટનાના પગલે સ્તબ્ધ બનેલ વેપારીઓએ લુખ્ખા તત્વોના ત્રાસના વિરોધમાં આજ સવારથી વેપારીઓએ બજારો બંધ પાળી શ્રી કેશોદ વ્યાપારી મહામંડળના નેજા હેઠળ સ્થાનીક પોલીસ ઇન્સ્પેકટર સહિત ના લાગતા વળગતા સબંધકર્તાઓને આવેદન આપી આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આરોપી સામે કડક પગલા લેવા માંગણી કરેલ છે.

અત્રેના શરદ ચોક વિસ્તારમાં આવેલ હરસિધ્ધી પાન વાળા અમીતભાઇ રમેશભાઇ બોરીયાએ પોતાને તથા પોતાના કાકા કિશોરભાઇને અગાઉનુ મનદુઃખ ધ્યાને રાખી શહેબાજ ગફાર મહીડા એ ગત રાત્રીના દુકાને આવી માર માર્યાની ફરીયાદ નોંધાવેલ.

એક તરફે નવરાત્રી મહોત્સ્વની ઉજવણી ચાલતી હોઇ બીજી તરફ અત્રેના હૃદયસમાં શરદ ચોક જેવા ટ્રાફીકથી ભરચક વિસ્તારમાં લુખ્ખાતત્વો દ્વારા આતંક ફેલાવાતાં એક તબકકે માહોલમાં ભય પ્રવર્તેલ હતો. અને લોકોના ટોળા એકત્રીત થઇ ગયેલ હતાં. જો કે આ બનાવની જાણ થતાં પી. આઇ. ઝાલા, પી. એસ. આઇ. કરમુર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયેલ હતાં.

આ ઘટનાના વિરોધમાં સમગ્ર શહેરના બજારો જડબેસલાક બંધ પાળવામાં આવેલ છે. આ સ્થિતી વચ્ચે પોલીસે કડક બંદોબસ્ત ગોઠવેલ છે.

દરમિયાન કેશોદ વેપારી મહામંડળ દ્વારા પી.આઇ.ને આપેલ આવેદનમાં જણાવેલ છે કે શરદચોકમાં નગરપાલિકા બીલ્ડીંગમાં પાન, બીડી, ઠંડા પાણીનો ધંધો કરતા અમીતભાઇ રમેશભાઇ બોરીયા ઉપર રાત્રીના ૧૦-૩૦ કલાકે શહેરના નામચની શખ્સ શેબાઝ મહીડાએ કોઇપણ જાતના કારણ વગર હુમલો કરી નાક ઉપર ગંભીર ઇજા પહોંચાડી દુકાનમાં તોડ-ફોડ કરી માલ-સામાનને ભારે મોટુ નુકશાન કરી આ વિસ્તારમાં ભયનું વાતાવરણ ઉભે કરેલું છ.ે

આ શખ્સે ગયા વરસે પણ તા. ર૪-૧૦-ર૦૧૭ ના રોજ પોતાના અન્ય મળતીયાઓ સાથે આ વ્યાપારી ઉપર ગંભીર હુમલો કરી ઇજા પહોંચાડી અને ભારે મોટુ ધંધાકીય નુકશા કરેલ છ.ે આ અંગે પોલીસ ફરીયાદ પણનોંધાયેલી છે જે તે સમયે પોલીસે એવી ખાતરી આપેલ કે ભવિષ્યમાં આવુ કયારે નહી બને.

ત્યાર પછી પણ આ શખ્સની નાની-મોટી આવી હરકતો ચાલુ જ રહી છે. પરંતુ તેમના ભયના કારણે કોઇ વ્યાપારી તેની સામે ફરીયાદ કરવાની હિંમત કરી શકતો નથી ગઇ રાત્રીનો આ બનાવ અમારી દૃષ્ટીએ ગંભીર છે અને સમગ્ર વ્યાપારી આલમ આ ઘટનાનો શખ્ત વિરોધ કરે છ.ે આ ઘટનાના વિરોધમાં વ્યાપારીઓએ આજેસંપૂર્ણ બંધ પાણી પોતાની નફરત વ્યકત કરી છ.ે

આવા તત્વોને તાત્કાલીક ઝેર કરો અને કેશોદના શાંત અને વિકસતા વાતાવરણમાં આપ મદદરૂપ બનો. કોઇ અશાંતી ઉભી ન થાય તે માટે આ માણસની સામે કડક પગલા ભરો. તેની સામે અગાઉ પણ કેટલાંક ગુન્હાઓ નોંધાયેલ છે.

આ સ્થિતિને ગંભીરતાથી લઇ કડક પગલા ભરશો અને શહેરમાં ધંધા-રોજગાર શાંતિથી ચાલે તેવા વિશ્વાસનું વાતાવરણ જળવાય રહે તે માટે મદદરૂપ બનવા અનુરોધ કરેલ છે. (પ-૧૬)

(12:17 pm IST)