Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

દ્વારકામાં જુગાર દરોડો

ખંભાળીયા, તા. ૧પ : દ્વારકાના નેરસંગ ટેકી વિસ્તારમાં જાહેરમાં તીનપતિના પાના વડે જુગાર રમતા રાજુભાઇ ભીખુભાઇ ત્રિવેદી, ગુલામહુશેન ઇશાક સોઢા , હિરાબાઇ રઘુભા માણેક, મંગુબેન ગગાભા બકીયા, હલીમાબેન કાસમભાઇ ભેસલીયા, માલુબેન રાજશીભાઇ મોગલીયા આ તમામ લોકો રોકડા રૂપિયા ૭૧૦પ સાથે પકડાઇ આવ્યા હતાં.

પોલ પડતા મોત

ખંભાળીયા તાલુકાના ભાંભતલ ગામની સીમમાં ઇલેકટ્રીકનો પોલ ઉભો કરતા હતાં ત્યારે ટ્રેકટરની ટ્રોલીમાંથી પોલ માથે પડતા ગંભીર ઇજા થતા હરીરામભાઇ ભવાનીશંકર ભટ્ટનું મોત નિપજયું હતું.

અકસ્માતે મોત

દ્વારકા નજીક આવેલ આર.એસ.પી.એલ. કંપનીમાં અંદર આરોપી ભાવેશભાઇ માણેક પોતાના હિટાચી મશીન ચલાવતા હતાં ત્યારે બેદરકારીપૂર્વક ચલાવતા લીવર દબાવી દેતા મશીનનું બ્રેકર કામ કરી રહેલા ડોલગોવિંદદાસ ઉ. ૪ર વાળા ઉપર પડતા મરણ જતા હિટાચી મશીન ચાલક ભાવેશ માણેક વિરૂદ્ધ પોલીસે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. (૮.૯)

(12:15 pm IST)