Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ગોંડલના શિવરાજગઢ ગામે શ્રમિક પરિવારને ત્યાં નવરાત્રી પર્વે સંતાન રૂપી દસમી દીકરીનું અવતરણ

ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારને ત્યાં નવ દીકરી ઉપરાંત આજે દસમી દીકરી નું અવતરણ થતા પરિવારમાં ખુશીનું વાતાવરણ છવાઇ જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ શિવરાજગઢ ગામે રહેતા અને ખેત મજૂરી કરતા રમેશભાઇ મંગાભાઇ સાકરીયા અને તેમના પત્ની રેખાબેન ને સંતાનમાં નવ દીકરીઓ તો છે જ આજે નવલાં નોરતામાં દસમી દીકરીનો અવતરણ થતાં પરિવારની ખુશી માં વધારો થવા પામ્યો છે.  શ્રમિક પરિવારની સૌથી મોટી પુત્રી પૂજાબેન, બીજા નંબરના આરતીબેન, ત્રીજા નંબરના હિરલબેન અને ચોથા નંબરના દયાબેન સાસરે છે, જયારે પાંચ દિકરીઓ ભણતર સાથે ગણતર નુ જ્ઞાન લઈ રહી છે અને તેમાં એક સભ્યોનો વધારો થવા પામ્યો છે. (તસ્વીર : ચંદ્રેશ પંડયા, શિવરાજગઢ)(૨૧.૧૪)

(12:14 pm IST)