Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

દામનગરમાં ચૂંટણી સમયે પ્રજાને અપાતા વચનો પૂરા કરવામાં ધ્યાન અપાતું નથી

દામનગર તા.૧૫ : દામનગરમાં જયારે ધારાસભાની ચૂંટણીઓ હતી ત્યારે સભાઓમાં જનતાને વચનો આપવામાં આવે છે. ચુંટણી જીત્યા પછી પહેલુ કામ રસ્તા બનાવવાનું કરવામાં આવશે ત્યારપછી દામનગર શહેરમાં કાર્યાલય પણ ખુલ્લુ મુકવામાં આવશે. તેવા વચનો અપાય છે.

ચુંટણી પત્યાને ૧૦ માસ થવા આવ્યા પણ આજ દિન સુધી ચુંટાયેલા સભ્યના દામનગર શહેરની જનતાને દર્શન પણ નથી આપ્યા તો દામનગરની જનતાને પ્રશ્નો છે કોને કહેવું ? શહેરનો વિકાસ કરવાને બદલે રૃંધાતો જોવા મળી રહ્યો છે.

આજુબાજુના ૨૪ ગામડાઓના રસ્તા અતિશય બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. તેમનું કોઇપણ ધ્યાન દોરતુ નથી જેમ કે છભાડીયા, ભીંગરા રોડ, પાડશીયા - શાખપુર સુધીનો રોડ, દામનગરથી ઠોસા મૂળીયાપાટ - સુવાગઢ સુધીનો રોડ તેમજ દામનગરથી ધ્રુફણીયા રોડ ત્યારબાદ દામનગરની ઇંગોરાળા જવાનો રસ્તો હજીરાધાર - ધામેલ, બાલવાવ જવાનો માર્ગ અતિશય બિસ્માર હાલતમાં છે.(૪૫.૨)

(12:12 pm IST)