Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

બગસરામાં એશિયાઇ સિંહોની રક્ષા માટે પ્રાર્થના રાસ : શ્રી ગીગેવ રાસ મંડળની બાળાઓ દ્વારા સિંહને બચાવવા માતાજીને પ્રાર્થના

બગસરા : નવરાત્રી એટલે માતાજીના આરાધનાનુ પર્વ મા અંબે માઁનુંઙ્ગ વાહન ગણાતા સિંહ હમણાં થોડા સમયથી અકાળે અવસાન પામી રહ્યા છે. વાયરસને કારણે તાજેતરમાં જ અનેક સિંહોના મૃત્યુ થયા છે ત્યારે બગસરાની શ્રી આપાગીગાની જગ્યામાં બાળાઓ દ્વારા સિંહના મોરા પેરીને માતાજીના વાહક એવા સિંહની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરી હતી અને હવે ગુજરાતના ગૌરવ સમાન એશીયાઇ કોઇ સિંહ નું અવસાન નઙ્ગ થાય તેવી માતાજી પાસે પ્રાર્થના કરી હતી. આ તકે આપાગીગાની જગ્યાના મહંત જેરામબાપુ , કોઠારી હરીબાપુ, રાજુભાઈ માંડવીયા, નયનાબેન મકવાણા, ડો. સોરઠીયા, ડો.સુમરા, મુકેશભાઈ, સંજયભાઈ વ્યાસ, પ્રકાશભાઈ ચૌહાણ દ્વારા બાળાઓના આ કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. (તસ્વીર - અહેવાલ : દર્શન ઠાકર, બગસરા)(૨૧.૧૩)

(12:09 pm IST)