Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર કારની અડફેટે લાકડા કાપી રહેલા માતા-પુત્રી સહિત ત્રણ લોકોના કરૂણમોત

કાર પલ્ટી ખાઈને રોડની સાઈડમાં લાકડા કાપતા લોકો પર ચડી જતા છ વર્ષની બાળકી ,એક સગીરા અને મહિલાનું મોત

સુરેન્દ્રનગર-લખતર હાઇવે રક્તરંજિત બન્યો હતો. જેમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા

 મળતી માહિતી મુજબ, ઝમર ગામના પાટિયા પાસે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે કાર રોડની સાઇડમાં લાકડા કાપી રહેલા લોકો પર ચઢી ગઈ હતી. જેમાં એક મહિલા, એક સગીરા અને એક બાળક સહિત કુલ ત્રણ લોકોના મોત થયા હતા.
મહિલાની ઉંમર 40 વર્ષ, સગીરાની વય 15 વર્ષ અને બાળકીની ઉંમર 6 વર્ષની છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
મૃતકોમાં વાઘેલા મીનાબેન મોહનભાઈ, વાઘેલા મનીષાબેન દિનેશભાઈ અને વાઘેલા ભૂમીકા મોહનભાઈ છે

 

(7:54 pm IST)