Gujarati News

Gujarati News

  • પર્યટન સ્થળો ઉપર પ્રથમ હિમવર્ષાથી પ્રવાસીઓ ખુશખુશાલ : હિમાચલ પ્રદેશ - કાશ્મીર સહિતના રાજયોમાં હિમવર્ષાને લીધે વાતાવરણ મનોરમ્ય બન્યુ છે. કુલુ - મનાલી - સિમલા - નૈનીતાલ - મસૂરી - શ્રીનગર સહિતના વિસ્તારોમાં આવેલા ટુરીસ્ટો ખુશખુશાલ થઈ ગયા છે. કાશ્મીરમાં ૨૧-૨૨ ડિસે.થી ચિલ્લૈકલાનની અભૂતપૂર્વ ૪૦ દિ'ની ઠંડીનો દોર શરૂ થશે.દિલ્હીમાં ગઈકાલે ધોધમાર વરસાદ છતાં પ્રદૂષણ સ્તર વધ્યાનું સ્કાયમેટ નોંધે છે.ઉત્તર ભારતમાં હિમવર્ષા અને વરસાદને લીધે ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે. access_time 1:27 pm IST

  • બંગાળમાં પણ હિંસક ઘટનાઓ : સીએબીના વિરોધની જવાળાઓ પશ્ચિમ બંગાળમાં પહોંચી છે. મુર્શીદાબાદના બેલડાંગા, હાવડાના ઉલુબેડીયા અને દક્ષિણ ૨૪ પરગણાના ડાયમંડ હાર્બરમાં જોરદાર હંગામો થયાનું હિન્દી અખબારો નોંધે છે. મુસ્લિમ સમુદાયના લોકોએ રેલ રસ્તા રોકયા. દેખાવકારોએ અનેક સ્થળે તોડફોડ, રેલ્વે સ્ટેશન પરીસરમાં આગજની - હુમલા કર્યા છે. access_time 1:26 pm IST

  • અરૂણાચલમાં પરીક્ષા - બોયકોટ ૩૦ કિ.મી. લાંબી વિરોધકૂચ કાઢી : ચીનની સરહદ સાથે આવેલ અરૂણાચલમાં છાત્ર સંઘોએ એલાન આપતા શુક્રવારે પરીક્ષા બહિષ્કાર કરી રસ્તાઓ ઉપર વિરોધ પ્રદર્શન કર્યા. રાજીવ ગાંધી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન અને સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ નોર્થ ઈસ્ટ દ્વારા યુનિવર્સિટી કેમ્પસથી પહાડી રસ્તાઓ ઉપરથી રાજભવન સુધી ૩૦ કિ.મી. લાંબી વિરોધ કૂચ કાઢી હતી. access_time 1:25 pm IST