Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

અમરેલીમાં રપ કરોડનાં ખર્ચે લાઠી રોડે ઓવરબ્રીજ બનશે

અમરેલી તા. ૧૪ :.. અમરેલીનાં લાઠી રોડ ઉપર અંદાજીત ૪૦ થી વધુ સોસાયટીઓ આવેલી છે. અને આ સોસાયટીઓમાં અંદાજે ૩૦ હજારની  વસ્તી વસવાટ કરી રહી છે. તેમજ ભાવનગર, અમદાવાદ, તેમજ બહારના વિસ્તારને સીટી સાથે જોડતો આ મુખ્ય માર્ગ છે. એન આ રોડ પરથી અંદાજે રોજનાં ૩૦૦ થી વધુ નાના મોટા વાહનોની અવર જવર થતી હોય છે. ત્યારે લાઠી રોડ પર આવેલ. રેલ્વે ફાટક બંધ હોય ત્યારે બંને તરફ ખાસો સમય વાહનોની કતાર લાગી જાય છે. આ સમસ્યા દુર કરવા આજરોજ ભાવનગર પ્રાદેશિક નિયામક કચેરીનાં બે ઇજનેરો એ રૂ. રપ કરોડથી વધુ ના ખર્ચે ઓવરબ્રીજ બનાવવા માટે આજરોજ સર્વે કર્યો હતો. અને આસપાસનાં રહેણાંક તેમજ દુકાનદારોનું રોજ કામ પણ કરવામાં આવ્યું હતું. રેલ્વે તંત્રની મંજૂરી મળ્યા બાદ આ ઓવરબ્રીજ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે તેમ નગર નિયામક કચેરીનાં ઉચ્ચ સુત્રોએ જણાવ્યું હતું. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ અમરેલીનાં લાઠી રોડ પર આવેલ રેલ્વે ફાટક બંધ હોય ત્યારે બંને તરફ લાંબી વાહનોની કતાર લાગી જતી હોય. રાજયનાં શહેરી વિકાસ મંત્રાલય દ્વારા આ રસ્તા પર ઓવર બ્રીજ બનાવવા માટે ભાવનગર પ્રાદેશીક નિયામક કચેરીને સુચના આપેલ. જે અંતર્ગત આજરોજ ભાવનગર પ્રાદેશિક નિયામક કચેરીનાં ઇજનેર હિરેનભાઇ ચુડાસમા તથા તેમનાં સાથી ઇજનેરે આજરોજ લાઠી રોડ પર રૂ. રપ કરોડથી વધુનાં ખર્ચે ઓવરબ્રીજ બનાવવા માટે એક સર્વે હાથ ધર્યો હતો. અને આ બંને ઇજનેરોએ કોલેજ સર્કલથી મોહનનગર સુધી બંને તરફ રપ૦ થી ૩૦૦ મીટરનાં શ્લોબવાળો ઢાળ બનાવી અને ઓવરબ્રીજ બનાવવા માટે સર્વે કરી આસપાસનાં રહીશોનું પંચનામુ પણ કરવામાં આવ્યું હતું. આ બ્રીજ રેલ્વે ફાટક પાસે નવ મીટર એટલે કે ર૭ ફુડ ઉંચો બ્રીજ રહેશે. 

તદઉપરાંત આ પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરી અને રાજય સરકારને મોકલી આપવામાં આવશે. સાથો સાથ રેલ્વે મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ આગામી છ માસથી વધુ સમયમાં અમરેલીની જનતાને ઓવરબ્રીજ રૂપે નવી ભેટ મળશે. અને આ રોડ પર ટ્રાફિક સમસ્યા પણ હલ થશે.

(1:41 pm IST)