Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

અમરેલીમાં સ્વચ્છતા રથ સામે કોંગ્રેસના સુત્રોચ્ચારો

અમરેલીઃ નગરપાલિકા વિસ્તારમાં તૂટેલા રોડ રસ્તા, ધૂળની ડમરી અને ગંદકીની ભરમાર વચ્ચે પણ ગુજરાત સરકાર દ્વારા પ્રજા ના પૈસા થી તાયફા કરવા માટે  અમરેલીમાં સ્વચ્છતા રથ ફેરવવામાં આવેલ હતો. અમરેલી શહેર ધૂળની ડમરીઓ અને ગંદકીના લીધે રોગચાળા ના ખપ્પર મ હોમાયેલ હોય ત્યારે પ્રજા ને પડતી મુશ્કેલીનો સાચા રસ્તે નિકાલ કરવાને બદલે ભોળી પ્રજા ને ગુમરાહ કરવા ના હેતુ થી આવેલ સ્વચ્છતા રથ ને અમરેલી કોંગ્રેસ પરિવાર દ્વારા સૂત્રોચ્ચાર કરી પ્રજા ને પડતી મુશ્કેલી ને વાચા આપવા વિરોધ પ્રદર્શન કરવા માં આવેલ હતું. આ કાર્યક્રમ માં જિલ્લા કોંંગ્રેસ પ્રમુખ શ્રી અર્જુનભાઇ સોસા,નગરપાલિકા નેતા વિપક્ષ સંદીપભાઈ ધાનાણી,નગર સેવક શ્રી બી.કે.સોલિયા,હંસાબેન જોષી, હિરેન ટીમણિયા,જિલ્લા કોંંગ્રેસ ના લલિત ઠુમર,જનકભાઈ પંડયા તથા તાલુકા કોંંગ્રેસ પ્રમુખશ્રી મનીષભાઈ ભંડેરી,વિપુલભાઈ પોકિયા સહિત ના લોકો જોડાયા હતા. તે પ્રસંગની તસ્વીર.

(1:40 pm IST)