Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

જામનગર મર્ડર કેસમાં આરોપીને ફર્લો સ્કોડે રાજસ્થાનથી ઝડપ્યો

જામનગર તા.૧૪ : જીલ્લા પોલીસ અધિક્ષક સિંઘલ તથા એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. કે.કે. ગોહિલે જામીન પર છુટયા પછી ફરાર થયેલ આરોપીઓને ઝડપી લેવા ઝુંબેશ હાથ ધરવા  સુચના આપી હતી.

આ સુચનના પગલે હેડ કોન્સ્ટેબલ લખધીરસિંહ જાડેજા તથા ચંદ્રસિંહ જાડેજાને બાતમી મળેલ કે જામનગર એસ ડીવી પો. સ્ટેશનના ગુનામાં પકડાયેલ અને ૧૦ દિવસના જામીન મળ્યા બાદ ફરારી થયેલા આરોપી મયંક મનસુખભાઇ સંઘાણી રહે. જામનગરને બાતમીના આધારે રાજસ્થાનના અજમેર રેલવે સ્ટેશનથી ઝડપી લઇ જામનગર જેલમાં મોકલી આપેલ છે. આ કામગીરી ઉપરોકત કોન્સ્ટેબલોને બાતમી મળતા તુરંત પગલા ભરી બજાવી હતી.

(1:38 pm IST)