Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

અકસ્માતના ગુન્હામાં ૩ વર્ષથી વોન્ટેડ આરોપીને મોરબી એસઓજીએ ઝડપી લીધો

મોરબી, તા. ૧૪ :  મોરબી તાલુકા પોલીસ મથકના ફેટલ અકસ્માતમાં ગુન્હામાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી લીધો હતો.

મોરબી એસ.ઓ.જી. પી.આઇ. જે.એમ. આલની સુચનાથી એસ.ઓ.જી. ટીમના ફારૂકભાઇ પટેલ, અનિલભાઇ ભટ્ટ અને નરેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ફારૂકભાઇ પટેલને બાતમી મળતા મોરબીના તાલુકા પોલીસ મથકના એટલ અકસ્માતના ત્રણ વર્ષથી નાસ્તો ફરતો આરોપી ભુરા ખીમા અમલીયાર ભુરા ખીમા અમલીયાર રહે-મુળ-મિતગઢ એમ.પી. હાલ ભુંગડા રાજકોટ વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:27 pm IST)