Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

કાલાવડ તાલુકાના ખરેડીના સ્ટેટ હાઇવેના પંચાયત હસ્તકના પુલીયા મોટા કરવા રજૂઆત

જામનગર જિલ્લા પંચાયત સદસ્ય જે.ટી.પટેલની ડીડીઓ સમક્ષ રજૂઆત

જામનગર તા.૧૪ : જિલ્લા પંચાયતના સદસ્ય જે.ટી.પટેલે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવી કાલાવડ તાલુકાના ખરેડી ગામે સ્ટેટ અને જિલ્લા પંચાયતના રસ્તાઓ મોટા તથા પુલ રીપેર કરવા જરૂર જણાય ત્યા મોટા કરવા રજૂઆત કરી છે.

પત્રમાં જણાવ્યા મુજબ અગાઉ દડવી ગામની દુધ મંડળી દ્વારા સગવડતા ખાતર ખરેડી ગામના પાદરમાં બેઠો પુલ બનાવેલ જે હાલ સ્ટેટ હાઇવેમાં ગણાય છે. અગાઉ જિલ્લા પંચાયત સાથેના વિવાદને લઇ ખરેડી ગામના પાદરનું સાકડુ બેઠુ પુલીયુ બનાવેલ તે હવે જર્જરીત થયેલ હોય તાકિદે બનાવવાની જરૂરીયાત છે.

આવી જ રીતે કાલાવડના નપાણીયા ખીજડીયા ખરેડી નોન પ્લાન રસ્તો મંજુર થયેલ છે હાલ ખરેડીથી ખરાવાડ જવાનુ બેઠુ પુલીયુ જર્જરીત થયેલ હોય આ પુલીયા પરથી વાય આકારનો નવો પુલ બને તો ખારાવાડ પ્લોટમાં જવા માટે સગવડ રહેશે તેમ અંતમાં જણાવેલ છે.

ખેડૂતોનો રૂપાંચ લાખનો વીમો જરૂરી

આ ઉપરાંત જે.ટી.પટેલે કાલાવડ માર્કેટ યાર્ડના ચેરમેનને એક પત્ર લખી અગાઉ ખેડૂતો માટે રૂ ૪ લાખનું વિમા કવર લેવાયેલ પરંતુ સમય જતા હવે માત્ર બે લાખનું જ વિમા કવચ લેવાતુ હોય હાલની મોંઘવારી અને મેડીકલ સારવાર મોંઘી થયેલ હોય આ વિમા કવચની રકમ રૂપાંચ લાખ કરવા માંગણી કરી છે.

(11:57 am IST)