Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ભાવનગરમાં રવિવારે વિજય દિવસ નિમિત્તે દેશ ભકિતના ગીતો વિજયગાથા કાર્યક્રમ

પરમવિરચક્ર દ્વારા સન્માનિત યોગેન્દ્રસિંહ યાદવજી ખાસ ઉપસ્થિત રહેશે

ભાવનગર તા.૧૪: તા.૧૬ના  સવારમાં ૭: ૩૦ કલાકે પોલીસ ગ્રાઉન્ડ નવાપરામાં ભાવનગરના વિર પોલીસ જવાનોને સંબોધન થશે. ૮:૩૦ કલાકે શૌર્ય વિજય યાત્રા શહિદ સ્મારક હલુરીયા ચોકથી પ્રસ્થાન થશે. જે શહેરના મુખ્ય માર્ગ રૂપમ ચોક, તળાવ, જશોનાથ ચોક, પોતીબાગ રોડ, કાળાનાળા, સંતકંવરરામ ચોક, માધવ દર્શન, સહકારીહાટ, આતાભાઇ ચોક, રૂપાણી સર્કલ, ઘોઘા સર્કલ, મહિલા કોલેજ, સુભાષનગર, ઘોઘા જકાતનાકા, થી સરદારનગર સર્કલમાં પુર્ણ થશો. યાત્રાનું માર્ગ પર વિવિધ સંસ્થાઓ સન્માન કરી શકશે. બપોરે ૩:૦૦ કલાકે યુનિવર્સિટીના કોર્ટ રૂમ એડમીનીસ્ટ્રેશન ઓફીસની બાજુમાં, યુવા વિદ્યાર્થીઓને યોગેન્દ્રસિંહ દ્વારા સંબોધન કરવામાં આવશે. સાંજે ૭:૩૦ કલાકે કારગીલ ફૂડ ઝોન તગડી ખાતે દેશભકિતનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સાંજે ૮:૩૦ કલાકે વિજય દિવસનો મુખ્ય કાર્યક્રમ શૌર્ય વિજય ગાથા ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયામ સરદારનગર ખાતે પ્રસિધ્ધ લોક સાહિત્યકાર માયાભાઇ આહિર દ્વારા વિજયગાથાનું રસપાન કરાવવામાં આવશે. ઉપરોકત તમામ કાર્યક્રમ નિઃશુલ્ક અને સેવાભાવથી કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ભાવનગરની દેશપ્રેમી જનતાને હાજર રહી ભારત માતાના વિરસપૂત જેણે પોતાનું જીવન દેશ માટે સમર્પિત કરેલ અને ભારતમાતાનું નતમસ્તક હંમેશ માટે ઉચુ કરેલ છે. તેવા વિર ના સન્માનમાં આપણે સૌ પોતાનું અમુલ્ય સમય કાઢી દરેક કાર્યક્રમમાં હાજરી આપી અને બાળકોને યોગેન્દ્રસિંહજના પ્રેરણાસ્ત્રોત બનાવીએ આ કાર્યક્રમમાં માજી સૈનિકો, સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ, વ્યપારી એસોસીએશન, વિવિધ મંડળો, નો જોડાવવા  ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. આ કાર્યક્રમમાં કોઇપણ રીતે સાથ, સહકાર અને સલાહ સુચન આપવા કમલેશભાઇ ચંદાણી મો. ૯૮૯૮૦૪૯૬૪૬ નો સંપર્ક  કરવા જણાવાયુ છે. કાર્યક્રમ અંગે પત્રકાર પરીષદમાં એમ.કે.શર્મા ,અરવિંદ ગોહિલ, મીહિર શાહ, કમલેશ નંદાણી, તથા શ્રી મહેન્દ્રભાઇ ત્રીવેદી અને અરજણભાઇ જૈન  ઉપસ્થિત રહ્યા હતા.

(11:56 am IST)