Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

પોરબંદર રાણાવાવ કુતિયાણા તાલુકામાં નિષ્ફળ પાકનું સર્વે કરી વળતર ચુકવવા કાંધલભાઇ દ્વારા રજૂઆત

 ગોસા ઘેડ તા.૧૪ : કુતિયાણા વિધાનસભા મત વિસ્તાર માં આવતા પોરબંદર જિલ્લાના પોરબંદર, રાણાવાવ તેમજ કુતિયાણા આ ત્રણેય તાલુકાના ગામોમાં આ વર્ષે સચરાસરઙ્ગ વરસાદ પડતાં ખરીફ પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયેલ અને આ વાવેતર નો ઉગાવો પણ સારી રીતે થયેલો હતો. ત્યારે આ પાકમાં પૂર્ણ સાલ સતત વરસાદ પડતા તેમજ પાક લણે લીધા બાદ કમોસમી વરસાદ પડતાં કુતિયાણા વિધાનસભા વિસ્તારના તમામ ગામોમાં કરાયેલા પાક નિષ્ફળ જતા તેમજ તેનો ખેડૂતોએ લીધેલ પાક વીમો પણ ન મળતાં આ વિસ્તારના ખેડૂતો થયેલ સંપુર્ણ પાક નિષ્ફળ નો તાકીદે સર્વે કરાવી સો ટકા વીમો અપાવવા માટે તેનો સરકાર દ્વારા સર્વે કરાવવા કુતિયાણા મતવિસ્તારના યુવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ કૃષિ મંત્રી આર.સી. ફળદુને તાકીદનો પત્ર પાઠવી રજૂઆત  કરી છે.

રાજયમાં ઓકટોબર-નવેમ્બર ૨૦૧૯ દરમિયાન સતત વરસાદ અને કમોસમી વરસાદને કારણે કુતિયાણા વિધાનસભા મતવિસ્તારમાં ખેતીના પાકોને થયેલ નુકસાન સામે રાજય સરકારે કૃષિ સહાય પેકેજ જાહેર કરે છે. જે અંતર્ગત કુતિયાણા વિધાનસભા મતવિસ્તારના પોરબંદર જિલ્લાના, પોરબંદર રાણાવાવ અને કુતિયાણા આ ત્રણેય તાલુકાના ગામડાઓમાં કુણાલ અતિ વરસાદને કારણે પાક સદંતર નિષ્ફળ ગયેલ છે સત્ત્।ા તેમને વીમાકવચ મળવાપાત્ર જાહેર નથી. જયારે આ વિસ્તારના ગામડાઓમાં લાગુ પડતી ભાદર, મીણસર

ઓજત તેમજ મધુવંતી નદીઓમાં દ્યોડાપુર વરસાદી પાણી આવતા આ નદીઓમાંથી પાણીપુરી લાગીને સમગ્ર કુતિયાણા વિધાનસભા વિસ્તારના ગામડાઓમાં જમીન ઉપર ફરી વળેલા જેના કારણે ઉભો પાકનીઙ્ગ ભારે નુકશાની થયેલ હતી અને ખેડૂતોના માટે આવેલ પાકનો કોળિયો ઝૂંટવાઈ ગયેલ અને રહી સહી ગયેલા પાક ઉપર કમોસમી વરસાદ ફરી વળતા આ વિસ્તારમાં સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલ છે, ત્યારે કુતિયાણા વિધાનસભા વિસ્તારના ત્રણેય તાલુકાના ગામડાઓને થયેલી નુકસાની નો તાત્કાલીક સર્વે કરાવીઙ્ગ અપાવવા નુકસાનીનું વળતર અપાવવા તેમજ સો ટકા પાક નિષ્ફળ ગયો હોય તેનોઙ્ગ વીમો મંજુર કરાવી તાકીદે ખેડૂતોને અપાવવા માટે ધારાસભ્યશ્રી કાંધલભાઈ જાડેજાએ રજૂઆતમાં જણાવેલ છે.

(12:25 pm IST)