Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

પોરબંદરમાં પિતાએ વ્‍યાજે રૂપીયા લીધા બાદ વ્‍યાજખોર અવારનવાર ધમકી આપી જતો હતોઃ પુત્રનો આક્ષેપ

વ્‍યાજખોરને બાકી રૂપીયા ચુકવવા કહેલ વાયદાની આગલી રાત્રીના પિતાએ માતાસાથે ઝેરી ટીકડા ખાઇ આત્‍મહત્‍યા કરી લીધેલઃમુસ્‍લીમ વૃધ્‍ધ દંપતીના પગલાથી અરેરાટીઃવ્‍યાજખોરોના ત્રાસ અંગે પોલીસ દ્વારા તપાસ

પોરબંદર, તા., ૧૪: મેમણવાડામાં રહેતા આમદભાઇ હાજી  અબુબેરા (ઉ.વ.૬પ) તથા તેમના પત્‍ની જુબેદાબેન (ઉ.વ.૬૦)એ ઝેરી ટીકડા ખાઇને આત્‍મહત્‍યા કરવા પાછળ વ્‍યાજખોરોનો ત્રાસ હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક આમદભાઇના પુત્ર ઓસમાણભાઇએ માતા-પિતાની આત્‍મહત્‍યા  પાછળ વ્‍યાજખોરોનો ત્રાસ હત્‍યાનો આક્ષેપ કરીને જણાવેલ કે લારીમાં કપડા વેચવા માટે કપડાની ખરીદી માટે ર માસ પહેલા પ ટકાના દરે રપ હજાર લીધા હતા. જેમાં ૧૦ હજાર ચુકવી દીધા હતા. બાકીના રૂપીયાની ઉઘરાણી માટે એક વ્‍યાજખોર અને તેનો માણસ અવાર નવાર પિતાને ધમકી આપી જતો હતો પિતાએ શુક્રવારે રૂપીયા ચુકવી આપવાનો વાયદો કરેલ ત્‍યાર બાદ આગલી રાત્રીના માતા સાથે બન્નેએ આત્‍મહત્‍યા કરી લીધી હતી.

મેમણવાડા વિસ્‍તારમાં એપાર્ટમેન્‍ટમાં રહેતા મુસ્‍લીમ વૃધ્‍ધ દંપતીએ મોડી રાત્રે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઇ આપઘાત કરી લેતા મુસ્‍લીમ સમાજમાં અરેરાટી વ્‍યાપી  ગયેલ હતી. મૃતકના પુત્રએ કેટલાક વ્‍યાજખોરના ત્રાસથી તેના માતા-પિતાએ આપઘાત કરવો પડયો હોવાના આક્ષેપ કર્યા છે જો કે પોલીસે હાલ આર્થીક ભીસના કારણે બનાવ બન્‍યો હોવાનું નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કપડાની રેકડી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા આમદભાઇ હાજી અબુ બેરા (ઉ.વ.૬૮) અને તેમના પત્‍ની ઝુબેદાબેન (ઉ.વ.૬૦) એ ગત મોડી રાત્રે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઇ લીધા હતા બન્ને ઉલ્‍ટીઓ કરવા લાગતા તેમના પુત્ર ઓસમાણની નિંદર ઉડી ગઇ હતી. તેણે તુરંત ૧૦૮ નો સંપર્ક કરવાનો પ્રયત્‍ન કર્યો હતો પરંત ૧૦૮ નો સંપર્ક ન થતા તેણે તુરંત પોતાના બનેવી ને જાણ કરતા તેઓ તુરંત ત્‍યાં પહોંચી ગયા હતા અને બન્‍નેને સારવાર માટે એમ્‍બ્‍યુલન્‍સ મારફત સરકારી હોસ્‍પીટલે પહોંચાડયા હતા જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતાં.

બનાવ બાદ મૃતકના પુત્ર ઓસમાણભાઇએ પોસ્‍ટમોર્ટમ રૂમ ખાતે મીડીયા સમક્ષ પોતાના માવતરને મરવા મજબૂર થવાનું કારણ કેટલાક વ્‍યાજખોરનો ત્રાસ હોવાનું જણાવ્‍યું હતું તેણે એવું જણાવ્‍યું હતું કે વેચવા માટેના કપડા ખરીદી માટે તેના પિતા એ કેટલાક લોકો પાસેથી વ્‍યાજે પૈસા લીધા હતાં જેમાં બે માસ પૂર્વે એક વ્‍યાજખોર પાસેથી પાંચ ટકાના દરે પચીસ હજાર રૂપિયા લીધ હતા અને તેમાંથી દસ હજાર તો ચુકવી પણ આાપ્‍યા હતા પરંતુ બીજા રૂપિયા ચૂકવી ન શકતા વ્‍યાજખોર તથા તેનો માણસ અવારનવાર તેના પિતાને ધમકાવતા હતા અને ઘરેથી સામાન લઇ જવાની ધમકી પણ આપતા હતા વ્‍યાજખોરને બાકીના રૂપિયા આપવાનો શુક્રવારનો તેના પિતા એ વાયદો કર્યો હતો પરંતુ તેની આગલી રાત્રે જ તેમણે પોતાના પત્‍ની સાથે આવું પગલું ભરી લીધું હતું. જો કે પોલીસે હાલ તો આ દંપતી એ આર્થિક ભીંસના કારણે જિંદગીથી કંટાળી જઇ મરી જવા માટે સજોડે ઝેરી ટીકડા ખાઇ આપઘાત કર્યો હોવાનું નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે મૃતક દંપતી ને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે અને પુત્રી ને તેઓએ સાસરે વળાવી દીધી છે.

(11:45 am IST)