Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

મોરબીના વોર્ડ નં.૧૧માં ફોરલેન રોડના કામથી ભૂગર્ભની સમસ્યા વકરી

મોરબી,તા.૧૪: મોરબીના વોર્ડ નં ૧૧ માં ફોરલેન તેમજ ઓવરહેડના કામો થતા હોય જેથી ભૂગર્ભની સમસ્યા વકરી રહી છે અને ગંદા પાણી રોડ પર હોય જે મામલે વોર્ડના કાઉન્સિલરો દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરાઈ છે

મોરબીના વોર્ડ નં ૧૧ ના મહિલા કાઉન્સિલર કુસુમબેન કરમશીભાઈ પરમારે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે શનાળા રોડ પર ફોરલેન રોડ તેમજ ઓવરહેડ પુલ બનતો હોય ભૂગર્ભ ગટર રોડ પરથી પસાર થાય છે તે ભૂગર્ભ ગટરની કોઈ વ્યવસ્થા નથી અને ગટર બંધ થવાથી ગટરના ગંદા પાણી લાયન્સનગર, ગોકુલનગર જવાના રસ્તા પર ફરી વળ્યા છે જે પાણીના નિકાલનો રસ્તો કાઢવાની માંગ કરી છે

કાઉન્સીલર ભાવેશ કણઝારીયાએ ચીફ ઓફિસરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ભૂગર્ભ ગટર બંધ થવાથી ગટરના ગંદા પાણી ગોકુલનગર-લાયન્સનગર રોડ પર તેમજ એપોલો હોલ વાળા રસ્તા પર ફરી વળ્યા છે જેથી વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ફોરલેન રોડ અને ઓવરહેડ પુલ બનાવવાને કારણે સમસ્યા સર્જાઈ છે જેથી આ મામલે યોગ્ય કરવાની માંગ કરી છે.

(11:44 am IST)