Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ધ્રાંગધ્રા-જસદણની ચોરીના ગૂન્હામાં પોણા બે વર્ષથી વોન્ટેડ રામકુ ચોરાલીયા પકડાયો

રેન્જના નાસતા ફરતા સ્કવોડે બોધરાવદર પાસેથી દબોચી લીધો

રાજકોટ તા. ૧૪ : સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તથા રાજકોટના જસદણ પો.સ્ટે.ના ચોરીના ગુનામાં છેલ્લા પોણા-બે વર્ષની વોન્ટેડ આરોપીને રેન્જના નાસતા-ફરતા સ્કવોડે ઝડપી લીધો હતો.

રેન્જમાં અલગ-અલગ ગુનાઓ નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રેન્જના ડી.આઇ.જી.પી.સંદીપસિંહે આપેલ સુચના અન્વયે રેન્જના નાસતા ફરતા સ્કવોડના પો.સ.ઇ. જે.એસ.ડેલા, સ્કવોડના રૂપકબહાદુર બહોરા, કરશનભાઇ કલોતરા, તથા અનીરૂદ્ધસિંહ જાડેજાએ રાજકોટ ગ્રામ્ય જીલ્લાના જસદણ પો.સ્ટે.ના ચોરીના ગુનામા છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા રામકુભાઇ ભીખાભાઇ ચારોલીયા રહે. હાલ-બોઘરાવદર તા.જસદણ મુ.-વડોદ તા.જસદણ વાળાને બોઘરાવદર ગામથી ગોલીડા જવાના રસ્તે પુલ પાસેથી ધોરણસર અટક કરી ભાડલા પો.સ્ટે.ને સોપી આપેલ છે

પકડાયેલ આરોપી ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે.માં પણ ચોરીના ગુનામાં પકડવાનો બાકી હોય આ બાબતે ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે.ને જાણ કરવા આગળની ઘટીત કાર્યવાહી કરવામાં આવેલ છે.

(11:43 am IST)