Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

મોરબીમાં ગુજરાત પોલીસની નવી ઓળખને આવકારઃ ઠેરઠેર બેનરો લગાવ્યાં

મોરબી,તા.૧૪: દેશમાં જે પોલીસ દળને ૨૫ વર્ષ પૂર્ણ થયા હોય તે પોલીસ દળ રાષ્ટ્રપતિ પાસે અલગ ઓળખની માંગણી કરીને મેળવી સકે છે અને તાજેતરમાં ગુજરાત પોલીસ દ્વારા રાષ્ટ્રપતિ પાસે કરેલી માંગણી સ્વીકારી લેતા આગામી તા. ૧૫ ડીસેમ્બરથી નવા નિશાન દેહી અને ગુજરાત પોલીસનો નવો ધ્વજ પ્રાપ્ત થશે જેથી ગુજરાત પોલીસમાં ઉત્સાહનો માહોલ છે અને મોરબીમાં પણ બેનરો લગાવીને ખુશી વ્યકત કરવામાં આવી છે

ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિની મહોર સાથેનો ખાસ ધ્વજ એનાયત કરવામાં આવશે અને ગુજરાત પોલીસની નવી ઓળખ ઉભી થશે તેમજ આ નિશાન હવે ગુજરાત પોલીસના તમામ જવાનો અને અધિકારીઓના બાજુબંધ પર પણ લાગશે અને ગુજરાત પોલીસનું એક એન્થમને પણ મંજુરી મળી છે ત્યારે ગુજરાતના પોલીસબેડાના અધિકારીઓ અને કર્મચારીઓમાં ઉત્સવ અને શૌર્યનો માહોલ જોવા મળી રહ્યો છે જેના પ્રતિબિંબ મોરબીના જાહેર સ્થળોએ પણ જોવા મળ્યા છે જેમાં મોરબીના રવાપર ચોકડી, વીસી ફાટક, ઉમિયા સર્કલ, નવા બસ સ્ટેન્ડ અને ભકિતનગર સર્કલ સહિતના જાહેર સ્થળોએ બેનરો લગાવીને ખુશી વ્યકત કરવામાં આવી છે તેમજ જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાદ્યેલાએ પણ તમામ પોલીસ જવાનોને શુભકામનાઓ પાઠવી છે.

(10:17 am IST)