Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

પોરબંદર લોહાણા સગપણ માહિતી કેન્દ્ર દ્વારા જ્ઞાતિના યુવક-યુવતિઓ માટે કાલે ગેટ ટુ ગેધર

પોરબંદર, તા. ૧૪ : લોહાણા જ્ઞાતિના સગપણ લાયક યુવક-યુવતિઓ માટે લોહાણા સગપણ માહિતી કેન્દ્ર-પોરબંદર દ્વારા કાલે તા. ૧પ રવિવારે શ્રી ભાટીયા લોહાણા મહાજન ખાતે ગેટ ટુ ગેધરનું આયોજન કરેલ છે. દરેક રઘુવંશી પરિવારોના ઉમેદવારો, વાલીઓને હાજર રહેવા આમંત્રણ અપાયું છે.

ગેટ ટુ ગેધરમાં ઉમેદવાર બાયોડેટા રજીસ્ટ્રેશન રૂબરૂ કરાશે. ઉમેદવારોએ ફોટા-બાયોડેટા સાથે હાજર રહેવું ફરિજયાત છે. તેમજ રજી. કરાવેલ દરેક ઉમેદવારોને નવી માહિતી બુક આવૃતિ વિમોચન બાદ મળી શકશે. યુવતિ ઉમેદવારો હાજર રહેશે. દરેકને આયોજક સંસ્થા તરફથી સરપ્રાઇઝ ગીફટ આપવામાં આવશે.

ગેટ ટુ ગેધર આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના વ્યવસ્થાક સુરેશભાઇ બારાઇ, હરીશભાઇ પોપટ, હીતેશભાઇ ઉનડકટ, મનીષભાઇ થોભાણી તેમજ દરેક કાર્યકરો જહેમત ઉઠાવી રહેલ છે. ભાટીયા લોહાણા મહાજન પ્રમુખશ્રી કિશોરભાઇ દતાણી તેમજ દરેક કારોબારી મેમ્બરોનો આ જ્ઞાતિ સેવાકાર્યને સહકાર મળેલ છે. વધુ માહિતી માટે આયોજક સંસ્થા લોહાણા સગપણ માહિતી કેન્દ્ર પોરબંદર, ૧૬, નવો કુંભારવાડો પાટા પાસે, જયુબેલી રોડ, પોરબંદર મો. ૭૩૮૩૬ ૬૮૦૦ર/ ૭૩૮૩૬ ૬૮૦૦૬નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(9:58 am IST)