Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

જામનગરમાં બાઈકની "અંતિમ યાત્રા" કાઢી સામાજીક કાર્યકરોનું નવા નિયમો સામે અનોખું વિરોધ પ્રદર્શન

લીમડા લાઇન વિસ્તારમાંબાઈક સફેદ કપડું ઢાંકી હાર ચડાવી બાઈકની "અંતિમ યાત્રા"કાઢી

જામનગર : શહેરમાં સોમવારથી આરટીઓના નવા નિયમો પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત કરાયા પછી જામનગરના લીમડા લાઈન વિસ્તારના કેટલાક સામાજિક કાર્યકરોએ એકત્ર થઈને નવતર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોતાના બાઈક પર સફેદ કપડું ઢાંકી હાર ચઢાવી તેની "અંતિમ યાત્રા" કાઢી હતી, તેમ જ સરકારના મોટા દંડની રકમ ભરવા પૈસા ન હોવાનું જણાવી પૈસા ભરવા માટે લોક ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો. આ નવતર વિરોધને જોઇને લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.

જામનગરના લીમડા લાઇન વિસ્તારમાં કેટલાક સામાજિક યુવા કાર્યકરોએ એકત્ર થઇ નવતર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોતાના મોટરસાયકલ ઉપર સફેદ કપડું ઢાંકી હાર ચડાવી બાઈકની "અંતિમ યાત્રા" કાઢી હતી. સાથોસાથ લોકો પાસેથી સરકારમાં દંડના નાણાં ભરવાની યથાશક્તિ ન હોવાથી તે દંડની રકમ ભરવા માટે લોક ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી સમયે અનેક વાહનચાલકો ઉભા રહ્યા હતા અને કુતુહલવસ વિરોધ પ્રદર્શન જોઈ ફાળો પણ જમા કરાવ્યો હતો.

(6:55 pm IST)