Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ભાડલાના અપહરણના ગુન્હામાં પ વર્ષથી વોન્ટેડ હકા ગોહેલને રૂરલ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો

રાજકોટઃ ભાડલા પોલીસ સ્ટેશનના સગીર બાળાના અપહરણના ગુન્હામાં પ વર્ષથી વોન્ટેડ આરોપી હકો ઉર્ફે ચનો રૂપાભાઇ ગોહેલ (રહે. મૂળ પાટીયાળી, તા. જસદણ) અમદાવાદના નરોડામાં હોવાની બાતમી મળતા રૂરલ પેરોલ ફર્લો સ્કવોડના  પીએસઆઇ એન.વી.હરીયાણી તથા સ્ટાફે દબોચી લઇ ભાડલા પોલીસ મથકને હવાલે કર્યો હતો. તસ્વીરમાં પકડાયેલ (નીચે બેઠેલ) શખ્સ સાથે રૂરલ પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ નજરે પડે છે.

(3:27 pm IST)