Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

કોડીનારના પણાંદર ગામનો કિશોર ગોમી નદીમાં ડૂબી જતા મોત

કોડીનાર, તા. ૧૪ : કોડીનાર તાલુકાના પણાંદર ગામનો ૧૬ વર્ષીય કિશોર ગોમી નદીમાં ડૂબી જતાં તેનું કરૂણ મૃત્યુ નિપજયું છે. આ અંગેની વિગત મુજબ તાલુકાના પણાંદર ગામના જયેન્દ્ર વંશ ઉ.વ.૧૬ નામનો કિશોર સવારે ૧૦ વાગ્યે તેના ઢોરને ગોમી નદીના કાંઠે ચરાવવા લઇ જતા નદી કાંઠે અચાનક અકસ્માતે જયેન્દ્રનો પગ લપસી જતા નદીના પાણીમાં ડૂબી જતાં આ અંગે ગામજનોને ખબર પડતા ધીરૂભાઇ વંશે મૂળ દ્વારકાના માછીમારોને બોલાવી તેંડીયા વડે નદીમાં જયેન્દ્રની શોધખોળ કરતા બપોરે ૩ કલાકે ગોમી નદીમાં પાંચ દરવાજા પાસે જયેન્દ્રનો મૃતદેહ મળી આવતા તેને સરકારી દવાખાને પી.એમ. માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે મૃતક જયેન્દ્રના કાકા ગોવિંદભાઇ ભીખાભાઇ વંશે કોડીનાર પોલીસ સ્ટેશનમાં ગોમી નદીમાં તેના ભત્રીજા જયેન્દ્રનો અકસ્માતે પગ લપસી જતા ડુબી જવાના કારણે મૃત્યુ થયાની ફરીયાદ નોંધાવી છે.

(11:39 am IST)