Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

બુરી-જીલાણા-૪ ઇંચ, જાંબુડા-રાા શહેરમાં ૧ાા ઇંચ, જીંજરી-૩

માણાવદર તાલુકાના જીંજરી ગામે કૂવો ઓવરફલો વહેલી સવારથી બપોર સુધીમાં

માણાવદર તા.૧૪ : માણાવદર પંથકમાં છેલ્લા અઠવાડિયાથી ઝંઝાવાતી વરસાદથી તમામ નદી નાળા ડેમો ઓવરફલો થઇ રહ્યા છે. ગઇકાલે તાલુકામાં ૩ાા થી ૧૦ ઇંચ વરસાદે ધમરોળી નાખ્યું હતું તો ફરી  ભારે વરસાદ પડયો હતો બુરી-જીલાણામાં ૪ ઇંચ જાંબુડા-રાા, શહેરમાં ૧ાા ઇંચ જીંજરી-૩ પડયો હતો. તાલુકાના જીંજરી ગામે કુવો છલોછલ ભરાયને આપ મેળે પાણી વહી રહ્યા છે. તેટલો આ પંથકમાં વરસાદે મહેર કરી દીધી છે.હજી ખેતરો નદી-નાળા ડેમો ભારે પ્રવાહથી ઓવર ફલો થઇ રહ્યા છે. જે વરસાદમાં પુષ્કળ પાણી પડયાનું બયાન કરી રહ્યા છે. બાંટવા, ખારા ડેમ છલોછલ છેજેનું પાણી૮ થી૧૦ કિ.મી.એરીયામાં ભૂર્ગભ જળ ઉપર આવવામાં મદદ કરશે.

શહેર કન્ટ્રોલ રૂમમાં સીઝનનો કુલ વરસાદ ૯૦૦ મી.મી. ૩૬ ઇંચ માત્ર થયો જયારે પ્રજાજનો વધુ માની રહ્યા છે. કે વધુ વરસાદ પડયો હોવાનું કહેવાય છે.

(11:38 am IST)