Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ભાવનગર જિલ્લના ૧૫૦ જેટલા તલાટી ક્રમ મંત્રીની બદલી

ભાવનગર તા.૧૪: ભાવનગર જિલ્લા પંચાયતમાં તલાટી કમ મંત્રી સંવર્ગમાં ખાલી જગ્યાઓ બાબતે દ્યણી વિસંગતતાઓ હતી જેવી કે ભાવનગર જિલ્લા પંચાયતમાં ૮૧% જગ્યાઓ ભરાયેલ હતી. જયારે પાલીતાણા તાલુકા પંચાયતમાં ૫૭% અને ગારિયાધાર તાલુકા પંચાયતમાં ૫૧% જગ્યાઓ ભરાયેલ હતી.જેના કારણે જગ્યાઓની ઘટ વાળી તાલુકા પંચાયતમાં વિપરીત વહીવટી અસર થવાની સંભાવનાઓને જોતા સરકારશ્રી દ્વારા જિલ્લામાં ઉપલબ્ધ મહેકમને ધ્યાને લઈ યોગ્ય ફાળવણી કરી સુચારૂ વ્યવસ્થાતંત્ર ગોઠવવા સૂચન કરવામાં આવેલ.

જે બાબતે જિલ્લા વિકાસ અધિકારી વરુણકુમાર બરનવાલ દ્વારા અધિકારીઓ,પદાધિકારીઓ તેમજ તલાટી કર્મચારી મંડળ સાથે બેઠકો યોજી જિલ્લા હેઠળના દરેક તાલુકાના હાલના મહેકમમાં તલાટી કમ મંત્રી સંવર્ગમાં સપ્રમાણ ધોરણ યોગ્ય રીતે ગોઠવાઈ રહે તે અંગે વિચારણા કરી તલાટી કમ મંત્રીઓની ફેરબદલીઓની માંગણી, રજૂઆતની વિગતો ધ્યાને લઇ વહીવટી સરળતા ખાતર તલાટી કમ મંત્રી સંવર્ગના કુલ-૧૫૦ જેટલા કર્મચારીઓની અરસ-પરસ, સ્વૈચ્છિક તેમજ જાહેર હિતમાં બદલીના હુકમો કરવામાં આવ્યાં. આ બદલીના હુકમોથી જિલ્લાના દરેક તાલુકાઓમાં ભરાયેલ જગ્યાઓમાં સંતુલન આવ્યું અને દરેક તાલુકાઓમાં હાલ ભરાયેલ જગ્યાઓનું અંદાજિત ૬૫્રુ સરેરાશ પ્રમાણ નિર્ધારિત થયું.

(11:36 am IST)