Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ઉના પાસે મછુન્દ્રી નદીમાં ડુબી જવાથી યુવાનનું મોત

ઉના તા ૧૪ : નજીકના મેણ ગામે મછુન્દ્રી નદીમાં નાહવા ગયેલ યુવાનનું મોત થયું હતું.

શહેરમાં રહેતા ભરતભાઇ સુરાભાઇ વાઘ (ઉ.વ.૩૫) યુવાન ઉના તાલુકાના મેણ ગામની સીમમાં આવેલ મછુન્દ્રી નદીના ઘુનામાં નાહવા પડેલ હતો પાણી ઉંડુ હોય ડુબી જતા સ્થાનીક વહીવટી તંત્ર તથા તરવૈયાએ મહામહેનત કરી તેના મૃતદેહને ઉંડા પાણીમાંથી શોધી કાઢી ઉના સરકારી દવાખાને પી.એમ. માટે ખસેડેલ છે. તેમના ભાઇ ધીરૂભાઇ સુરાભાઇ વાઘે પોલિસમાં જાહેરાત કરતા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

(11:34 am IST)