Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

આમરણઃ વગડેશ્વર મહાદેવ મંદિરે નવનિર્મિત અતિથિ ભવનનું લોકાર્પણ

આમરણ નજીક વગડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં નવનિર્મિત અતિથિ ભવનનુ઼ લોકાર્પણ કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીરમાં નવનિર્મિત અતિથિ ભવન તથા નીચેની તસ્વીરમાં પુજનવિધિ કરતા અગ્રણીઓ નજરે પડે છે. (તસ્વીરઃ મહેશ પંડયા, આમરણ)

 

આમરણ તા. ૧૪: વિશ્વ હિન્દુ પરિષદ સંચાલિત આમરણ ખાતે હાઇવે પર આવેલ પુરાણા શ્રી વગડેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમંાં વતનપ્રેમી સ્વ. છગનભાઇ જાદવજીભાઇ લિખિયા પરિવારના વલ્લભભાઇ લિખિયાના મુખ્યદાનથી રૂ. ૬ લાખના ખર્ચે નવનિર્માણ પામેલ અતિથિ ભવનનુ઼ ધામધૂમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાના પ્રમુખપદે યોજાયેલ આ પ્રસંગે મોરબી સ્થિત ઉદ્યોગપતિઓ સહિત બહોળી સંખ્યામાં ભાવિકજનોએ હાજરી આપી હતી. આ તકે આમરણ તથા ડાયમંડનગર ગોપી મંડળોના ઉપક્રમે સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થયા હતા.

આ પ્રસંગે વિ. હિ.પ. અગ્રણીઓ ભરતભાઇ ભાલોડિયા, રઘુભાઇ કાસુન્દ્રા, અતુલભાઇ કાસુન્દ્રા, વગેરેએ જહેમત ઉઠાવી હતી.

ભૂકંપમાં ધ્વંશ થયેલ શ્રી વગડેશ્વર મહાદેવના તાજેતરમાં નવનિર્માણ બાદ અતિથિ ભવનનાં નિર્માણથી સુવિધામાં વધારો થયો છે.

(11:46 am IST)
  • દિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST

  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST