Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

જુનાગઢમાં દિવ્યાંગો દ્વારા મા નવદુર્ગાના રાસ રમીને કરાયેલી આરાધના

 જૂનાગઢ,તા.૧૩ :  દિવ્યાંગ વિકલાંગ વિદ્યાર્થી વર્તુળ ટ્રસ્ટ તેમજ સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ભૂતનાથ મંદિરના સહકાર થી એક દિવસીય રાસ ગરબા રમવાનું દિવ્યાંગ લોકો માટે સુંદર કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં અંધ કન્યા છાત્રાલય જુનાગઢ, અંધજન મંડળ જૂનાગઢ, સાંપ્રદ એજ્યુકેશન ટ્રસ્ટ અને આસ્થા વિકલાંગ સંસ્થા કેશોદના ભાઈઓ-બહેનો આવીને રાસની રમઝટ બોલાવે લી ઉપરાંત આજુબાજુના ગામો ગામથી તેમજ જૂનાગઢમાંથી પણ દિવ્યાંગો ઉપસ્થિત રહેલા અંદાજે ૧૨૦ ખેલૈયા દ્વારા માતાજીની આરાધના કરવામાં આવેલી

જેમાં મુકેશભાઈ મેઘનાથી દ્વારા સંગીત અને સૂરની વ્યવસ્થા કરેલી કાર્યક્રમના અંતે તમામ ખેલૈયાઓને મંડળ તરફથી પર્સ પાકીટ, કટલેરી કીટ, પાણીની બોટલ આપવામાં આવેલ હતી તેમજ દાતાશ્રી -કાશભાઈ મહેતા અમેરિકા વાળા તરફથી હસ્તે નાગભાઈ વાળા, બાબુભાઈ લાઠીયા, દામજીભાઈ પરમાર, નયનભાઈ ભોગાયતા, મનીષભાઈ લોઢીયા, ડો. મહેન્દ્ર તારપરા, ભાનુબેન લોઢીયા, જીજ્ઞાબેન લોઢીયા મનોજભાઈ જોષી, રમેશભાઈ બાવળીયા, ચેતનાબેન પંડ્યા ભરતભાઈ વ્યાસ, કાંતિભાઈ કિકાણી, યાકીબ ભાઈ મેમણ, ગાંડુ ભાઈ ઠેસિયા વિજયાબેન લોઢીયાં દ્વારા સહયોગ  આપવામાં આવેલ હતો

આ ઉપરાંત ભોજનની ગોલક વાસી પાર્વતી બેન કાનજીભાઈ ચોહાણ લંડન તથા આરોગ્ય અધિકારી  રાદડિયા દ્વારા  કરવામાં આવેલી હતી ે વિકલાંગ વિદ્યાર્થી વર્તુળ ટ્રસ્ટ ના પ્રમુખ વર્ષાબેન બોરીચાંગર  સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા તેમજ કમલેશભાઈ પંડ્યા વગેરેએ જહેમત ઉઠાવેલ.

(1:15 pm IST)