Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

કેશોદના કણેરીના શહિદ થયેલ સિમા સુરક્ષા દળના જવાન મહેશભાઇ મક્કાનો પાર્થિવ દેહને સેંકડો લોકોએ પુષ્પાંજલી અર્પી

માદરે વતન કણેરી ગામે સિમા સુરક્ષા દળના જવાનોએ શહિદ જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપી : શહિદ જવાન માતા-પિતા તથા પત્નિ અને પાંચ વર્ષના પુત્રને વિલાપ કરતા છોડી ગયા

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા.૧૩: કેશોદના કરેણી ગામના મહિયા ક્ષત્રિય અને સિમા સુરક્ષા દળના જવાન મહેશસિંહ મકકાઙ્ગ આસામમાંઙ્ગ ઙ્ગફરજ દરમ્યાન વિરગતી પામતા તેમનો પાર્થિવ દેહઙ્ગ હવાઈ માર્ગેઙ્ગ અમદાવાદ અને ત્યાંથી ગઈકાલે વાહન માર્ગે બપોરે બાર વાગ્યે કેશોદના જુનાગઢ બાયપાસે આવી પહોંચતા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોએ પુષ્પાંજલી અર્પી વિર શહિદ જવાન અમર રહોના ગગનચુંબી નારા લગાવ્યા હતા.

શણગારેલ ટ્રકમાં રહેલ શહિદનો પાર્થિૈવ દેહ સાથેના વાહનોનો વિશાળ કાફલો જુનાગઢ બાયપાસથી માંગરોળ બાયપાસ અને ત્યાંથી શહેરના મુખ્ય માર્ગોઙ્ગ ઙ્ગશરદચોક, ચારચોક, જુનાગઢ હાઈવે રેલ્વે ફાટક અને ત્યાંથી એરપોર્ટ રોડ સોસાયટી વિસ્તારમાં થઈ રાજમહેલ ફુવારા ચોકે પહોંચેલ હતો. વિરગતી પામેલ શહિદના અંતિમ દર્શન માટે તમામ વિસ્તારમાં લોકોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી.ઙ્ગ લોકોએ શહિદ જવાનને પુષ્પાંજલી સાથે શ્રધ્ધાંજલી અર્પિૈ અને ભારત માતાકી જય, વંદ માતરમ અને વિર શહિદ જવાન અમર રહોના ઠેર ઠેર નારા લગાવ્યા હતા.

શહેરના રાજમહેલ ફુવારા ચોકથી શહિદ જવાનના વતન કણેરી જવા નિકળેલ ત્યારે કેશોદના શહેરીજનો જુદી જુદી સામાજિક સંસ્થાના આગેવાનોઙ્ગ ઙ્ગઆજુબાજુના તાલુકાના અનેઙ્ગ ગ્રામ્ય વિસ્તારના લોકો, તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા ત્યારેઙ્ગ ચાર થી પાંચ કિ.મીટરની લાંબી ટુ વ્હિલ, થ્રિ વ્હિલઙ્ગ અને ફોર વ્હિલ વાહનોની કતારો જોવા મળેલ હતી.

વિરગતી પામેલ શહિદના અંતિમ સંસ્કાર કણેરી ગામે તેમના માદરે વતનમાં કરવામાં આવેલ ત્યારે સિમા સુરક્ષા દળના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપી શહિદ જવાનને અંતિમઙ્ગ વિદાય આપી હતી. ઉપસ્થિત આગેવાનોએ શહિદ જવાનના પરિવારને શાંત્વના આપી હતી. સદગત શહિદ જવાન માતા પિતા તથા પત્નિ અને પાંચ વર્ષના પુત્રને વિલાપ કરતા છોડી ગયા છે.

(12:48 pm IST)