Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

સાવરકુંડલા શહેરના પછાત વિસ્તારમાં વસતા નાના માણસોના રહેણાંક પ્લોટોને રેગ્યુલાઇઝ કરવા રજુઆત

કોરોના મહામારી તથા તૌકતે વાવાઝોડા જેવી કપરી પરિસ્થિતિ માંથી પસાર થનાર

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૩: સાવરકુંડલા શહેરી વિસ્તારમાં હજારોની સંખ્યામાં ગરીબો અને નાના માણસો, પછાત માણસોના પરિવારો જુદા જુદા વિસ્તારોમાં રહે છે તેઓના પ્લોટને લેખ આપીને રેગ્યુરાઇઝ કરવા નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા અને અમરેલી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ ધર્મેન્દ્ર ચૌહાણે સાંસદ નારણભાઇ કાછડીયાને રજુઆત કરી છે.

જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખરજી અને પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીનુ એક સંપનુ હતુ કે જયા માનવી ત્યા સુવિધા તેને સાકાર કરવા માટે વડાપ્રધાન કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર સારા કાર્યો કરી રહી છે ત્યારે આવા પછાત વિસ્તારોના ગરીબો અને નાના માણસો, પછાત માણસો ૩૦ થી ૪૦ વર્ષ થી રહે તેઓ નગરપાલિકા ને હાઉસ ટેકસ - પાણી વેરો - સફાઇ,ગટર, શિક્ષણ સહિત ના વેરા પણ ભરે છે તેઓને સરકારે ઘેરે ઘેરે શૌચાલય પણ બનાવી દીધા છે શેરીઓ માં પાકા રોડ, ગટર, પાણી, સ્ટીટલાઇટ જેવી તમામ સુવિધાઓ મળે છે પણ માત્ર ને માત્ર.. પ્લોટોને રેગ્યુરાઇઝ કરવાના બાકી છે.

વધુમાં નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા એ જણાવ્યું છે કે પછાત વિસ્તારો ના ગરીબો અને નાના માણસો, પછાત માણસો ના રહેણાંક પ્લોટો ને રેગ્યુલરાઇઝ કરવા માટે અગાઉ નગરપાલિકા એ જનરલ બોર્ડમાં ઠરાવ સર્વાનુમતે કરેલ છે અને ફરીવાર નવો ઠરાવ કરવો પડે તો પણ નગરપાલિકા ના સદસ્યશ્રી ઓ ની તૈયારી છે તેમ જણાવ્યું છે.

રેગ્યુલાઇઝ કરવાની છે તે પછાત વિસ્તારોની યાદી નીચે મુજબ છે.

વોર્ડ નં- ૩: (૧)શ્રમજીવી નગર, (૨)પીપરવાડી, (૩)દાસીજીવન સોસાયટીઙ્ગ

વોર્ડ નંબર -૫: (૧) શ્રીજીનગર

(૨) ડોળી તળાવ દેવીપૂજક વિસ્તાર (૩) હુડકો સોસાયટી ની બાજુનો પછાત વિસ્તાર (૪)સરકારી વસાહત ની પાછળ નો પછાત વિસ્તાર (૫) કૃષ્ણ ગોપાલક પછાત વિસ્તાર (૬) લુહાર સોસાયટી (૭) વણજારા વાસ (૮) ખોડીયાર નગર પાણીના ટાંકા સામે પછાત વિસ્તાર (૯) આસોપાલવ સોસાયટી પાછળનો પછાત વિસ્તાર (૧૦) રાધેશ્યામ સોસાયટી

વોર્ડ નંબર ૬: (૧) વિધુતનગર સામેની વસાહત (૨) દેવીપૂજક વિસ્તાર (૩) ગાયત્રીની બાજુનો પછાત વિસ્તાર (૪)આંનદપાર્ક ની બાજુનો પછાત વિસ્તાર (૫) વેલનાથપરા (૬) ઇન્દિરા વસાહત (૭) ખાણ વિસ્તાર (૮) કોલેજની બાજુનો પછાત વિસ્તાર (૯) કબીર ટેકરી ની બાજુનો પછાત વિસ્તાર (૧૦) બીડીકામદાર સોસાયટી

વોર્ડ નંબર ૭: (૧) મણીનગર (પ્રેસની પાછળ) (૨) બેટીયા વાસ ( આરામ ગૃહની બાજુમાં)

વોર્ડ નંબર  ૮: (૧) કેશવ ધામ સોસાયટી (૨) મોમાઇ પરા (૩) બાવાજી ના સ્મશાન પાસેનો વિસ્તાર (૪) ભરવાડ પરૂ

વોર્ડ નં. ૯: (૧) કેવડા પરા (૨) ખોડીયાર પરા (૩) વાદ્યનાથ પરા (૪) નુરાની નગર (૫) બગદાદ નગર (૬) નહેરા વિસ્તાર (૭) સરાણીયા વિસ્તાર (૮) ગાયત્રીનો ઢોરો સહિત ની કુલ ૩૭ સોસાયટીઓ છે.

(12:47 pm IST)