Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

સાવરકુંડલામાં લોહાણા જ્ઞાતિ માટે વિરદાદા જશરાજ સેના દ્વારા નવરાત્રી ઉત્સવ

સાવરકુંડલાઃ સાવરકુંડલા શહેરમાં આવેલ લોહાણા બોર્ડિંગ ખાતે વીરદાદાજસરાજ સેના દ્વારા આયોજિત લોહાણા જ્ઞાતિ માટે નવલાં નોરતા નિમિત્ત્।ે ગરબાનું આયોજન કરવામાં આવેલ.. આજે સાતમા નોરતે સાવરકુંડલા શહેરના જ્ઞાતિ રત્ન સમાન ચંદ્રેશભાઈ રવાણી, લોહાણા અગ્રણી હેમાંગ ગઢીયા, પત્રકાર બિપીન પાંધી, રાજુભાઈ શીંગાળા, જગદીશભાઈ માધવાણી, પી. સી. વણઝારા, પિયુષભાઈ મશરૂ, નરેન્દ્રભાઈ વણઝારા, અંતુભાઈ ગઢિયા, સી. કે. રવાણી, પંકજભાઈ વસાણી વગેરે જ્ઞાતિ આગેવાનોની ઉપસ્થિતિમાં નવલાં નોરતાની રંગત જામી. નાની નાની બાલિકાઓનાં માની આરાધના કરતાં થીરકતાં કદમ ખરેખર ખૂબ જ જોરદાર ભકિતપૂર્ણ માહોલ જમાવતાં જોવા મળેલ. બેન્ડનાં સૂરે સુરોની સુરાવલી વહેતાં આજરોજ યોજાયેલાં નવરાત્રિનાં ગરબાની પ્રતિયોગિતામાં નિર્ણાયક તરીકે જસાભાઈ સરૈયા, હાર્દિકભાઈ ખીમાણી તથા સ્મિત બનજારાએ ખૂબ જ ચોક્કસાઈથી પોતાની ફરજ બજાવી હતી. ખરેખર માહોલ એવો ભકિતપૂર્ણ જામતો ગયો અને માનાં ચરણોમાં મનમયૂર થનગનાટ કરવા લાગ્યું આ પ્રસંગે યોજવામાં આવેલી પ્રતિયોગિતામાં પ્રોત્સાહક ઈનામો ગીરીશભાઈ રાયચા, તથા આનંદભાઈ હરીયાણી દ્વારા તરફથી આપવામાં આવેલા. આ અગાઉ પણ આ વીરદાદાજસરાજ સેના ગરબી મહોત્સવમાં સાવરકુંડલા ટાઉન પી. આઈ તથા સાવરકુંડલા ડીવાયએસપી પણ પધારીને શોભામાં અભિવૃદ્ઘિ કરી મા ના આશીર્વાદ લીધા હતા. અંતમા આ નવલાં નવરાત્રિનાં કાર્યક્રમને ખૂબ જ ભકિતપૂર્ણ વાતાવરણમાં જ્ઞાતિજનોને માણ્યો હતો.

(12:47 pm IST)