Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ગોંડલ યાર્ડમાં ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત પેનલો વચ્ચે ચૂંટણીજંગ

સવારથીમ તદાન માટે મતદારોની લાઇનોઃ અગાઉ ૬ બેઠકો બિનહરીફ ભાજપે કબ્જે કર્યા બાદ આજે ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે ચુંટણીઃ કાલે મતગણતરી

ગોંડલ : ગોંડલ યાર્ડના ખેડુત વિભાગની પેનલ માટે આજે સવારથી મતદાન થઇ રહયુ છે. જેમાં મતદારોની લાઇનો લાગી હતી. તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી - ગોંડલ)

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૩ : ગોંડલ માર્કેટીંગયાર્ડમાં આજે ચુંટણી યોજાઇ છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત પેનલો વચ્ચે  ચુંટણી જંગ જામ્યો છે. જેને કાલે તા.૧૪ને શુક્રવારે મત ગણતરી થશે અને પરિણામ જાહેર થશે.

અગાઉ ભાજપ પ્રેરિત ૬ બેઠકો બિનહરી થયા બાદ આજે ખેડુત વિભાગની ૧૦ બેઠકો માટે મતદાન થઇ રહયુ છે.  જેમાં ભાજપના ૧૦ અને કોંગ્રેસના ૮ ઉમેદવારો ચુંટણી લડી રહયા છે.

આજે ૬૧૮ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. સવારથી મતદાન મથક બહાર મતદારોની લાઇનો લાગી હતી.

યાર્ડની ચુંટણીમાં વેપારી વિભાગના ચાર,ખરીદ વેચાણ સંઘનાં બે મળી છ ડીરેકટરો અગાઉ બીનહરીફ થઇ ચુક્યાં છે.આ તમામ ભાજપ પ્રેરીત ઉમેદવાર હતાં.કોંગ્રેસનું હજુ ખાતુ પણ ખુલ્યુ નથી.

ગોંડલ યાડઁ પ્રગતીશીલ ગણાય છે.ગુજરાત નાં કુલ ૨૩૦ માર્કેટ યાડઁ માં આવક ની દ્રષ્ટીએ ગોંડલ યાર્ડ બીજા ક્રમ નું ગણાય છે.ખાસ કરીને પાછલાં વર્ષોમાં વિકાસ ની હરણફાળ સતાધીસો માટે પ્લસ પોઈન્ટ છે.ભાજપ મોવડી જયરાજસિંહ જાડેજા નાં સીધાં માગઁ દશઁન હેઠળ ચેરમેન ગોપાલભાઇ શિંગાળા તથાં વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા ની જુગલ જોડી  છેલ્લા અઢી વષઁ માં અનેક આયામો રચી યાર્ડને અવ્વલ નંબર પર પંહોચતું કરવાં માં સફળ રહ્યા છે.મરચાં માટે ગોંડલ ગૃહીણીઓ માં હોટફેવરીટ છે.ત્યાંરે વર્તમાન સતાધીસો દ્વારા રુ.પાંત્રીસ કરોડ નાં ખર્ચે ચોત્રીસ વિઘા જમીન ખરીદી અદ્યતન મસાલા માર્કેટ નું નિર્માણ કરાયું છે.જમીન સંપાદન કેસ માં રૂ.પંદર કરોડ જેવી રકમ ખેડુતો ને ચુકવી આપી  પારદર્શક અને મક્કમ વહીવટ નો નજારો દાખવ્યો છે.માર્કેટ ફી વસુલાતમા યાર્ડનાં ઇતિહાસમાં પ્રથમ વાર રુ.૨૨.૫૫ કરોડ ની આવક થવાં પામી છે.વેપારીઓ માટે રેસ્ટ હાઉસ માં નવાં રુમ સાથે સુવિધા માં વધારો,માત્ર રૂ.૩૦માં ખેડૂતોને ભરપેટ ભોજન માટે નું ભોજનાલય સહીત અનેક દશઁનીય કાર્યો ગોપાલભાઇ શિંગાળા અને કનકસિંહ જાડેજા ની  આગવી સુઝ અને મહેનત નું પરીણામ ગણી શકાય  છે. ચુંટણી માં ભાજપ સંપુર્ણ બહુમત મેળવી સતા જાળવી રાખે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી.

(11:43 am IST)