Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળ દ્વારા પુર્વ સૈનિકનું સન્માન

(અશોક પટેલ દ્વારા) મોવિયા તા.૧૩ : ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળ દ્વારા પુર્વ સૈનિકનું સન્માન કરવામાં આવ્યું હતુ.

તાજેતરમાં લદાખ બોર્ડર પર સેવા બજાવતા હતા. તે નિવૃત થઇને આવેલા સૈનિક જયદીપસિંહ ગોહિલનું ગોંડલ તાલુકા  માજી સૈનિક મહામંડળના પ્રમુખ અનોપસિંહ ચુડાસમા, ઉપપ્રમુખ પ્રકાશભાઇ ઠકરાર મંત્રી દુર્લભજીભાઇ કાલરીયા, નિતેશભાઇ બાબરીયા, હરેશભાઇ ધોણીયા, મનોહરસિંહ જાડેજા, રસિકભાઇ પુરોહિત તથા નગરપાલિકા સદસ્ય શૈલેષભાઇ રોકડ તેમજ માજી સૈનિકોએ ફુલહાર, બુકે તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતુ.

(10:48 am IST)