Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

બોટાદ કાઠી ક્ષત્રિય સેના દ્વારા શુક્રવારે દશેરા નિમિતે શસ્ત્રપૂજનઃ શોભાયાત્રા

બોટાદ,તા. ૧૩: બોટાદ કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ ગૌરક્ષક સામતભાઈ જેબલીયાની અધ્યક્ષતામાં અને તેમના નિવાસ સ્થાને પાળીયાદ રોડ શુભંમ કોમ્લેક્ષ ખાતે છેલ્લા (૩૦) ત્રીસ વર્ષ થી ઉજવે છે તેવીજ રીતે દરવર્ષની જેમ આવર્ષે પણ તા,૧૫/૧૦/૨૦૨૧ને શુક્રવારે સવારે,૧૦,થી ૧૨,વિજયાદશમી (દશેરા)પ્રસંગે કુળગોર દ્વારા સાશસ્ત્રોક વિધિથી શ્રી સુર્ય સસ્ત્ર પૂજન બાદ, (૧૨)બારવાગ્યે ભવ્ય શોભાયાત્રાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

તેમા અનેક સંતો મહંતો અને ક્ષત્રિય સમાજ ના મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તો આપ ર્સવે ડાયરો સમયસર ઉપસ્થિત રહી કાર્યકમ ની શોભા વધારશો અને શકય હોય તો પરંપરાગત પોષાક સાથે સાફો તલવાર સાથે રજવાડી ઠાઠમા ઉપસ્થિત રહેવું આ વિજયાદશમી (દશેરા) ક્ષત્રિયો માટે દીવાળી કરતાં મોટો તહેવાર માનવામાં ઉજ્જવામા આવે છે એટલે ભારત ભરના ક્ષત્રિયો આ તહેવાર ખુબ ધામ ધુમ સાથે પુન્ય દાન કરી ઉજવે છે આ વિજયાદશમી દશેરા નો તહેવાર ઈતિહાસ સાથે વણાયેલઙ્ગ છે આજ દિવસે શ્રીરામ પ્રભુએ રાક્ષસ રાજ રાવણ નો વધ કરેલ. માશ્રીચામુંડા માતાજીએ ચંડમુન્ડ રાક્ષસ નો વધ કરેલ ,,આજ દિવસે પાંડવો એ કૌરવો ઉપર વિજય મેળવેલ,,આજદિવશે માશ્રીદુર્ગામાતાજીએ મહિષાસુર રાક્ષસનો વધ કરેલ.ટુકમાં આ દિવસે અસત્ય ઉપર સત્યનો વિજય થયેલ અને આ દિવસે અગાઉ રાજાશાહી યુગમાં અને ખાસઙ્ગ સૌરાષ્ટ્ર કાઠીયાવાડ મા ક્ષત્રિયો તલવાર બાજી,અશ્વદોડ, રાઈફલસુર્ટીગ, મલકુસ્તી, ગાડાદોડ, ઉટદોડ, જેવા વિવિધ કાર્યકમો યોજતા હવે સમય પ્રમાણે પણ ક્ષત્રિયો વિજયાદશમી પ્રસંગે શ્રી સુર્ય સસ્ત્ર પૂજન કરીને પોતાની પરમપરા જાળવી રાખી છેતે ધન્ય વાદને પાત્ર છે તેમ બોટાદ કાઠી ક્ષત્રિય સેના ના પ્રમુખ ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની યાદીમાં જણાવ્યું છે.

(10:33 am IST)