Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ધોરાજી : પોસ્કો બળાત્કાર કેસમાં આરોપીની જમીન અરજી મંજુર

ધોરાજી તા ૧૨ : ધોરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આઇ.પી.સી. ૩૬૩,૩૬૬, ૩૭૬(ર) તથા પોસ્કો અધિનીયમની કલમ-૬ મુજબનાકેસમાં ધોરાજીના એડી.સેસન્શ જજ શ્રી દવે એ આરોપીની જામીન અરજી મંજુર કરી હતી.

ધોરાજી પોલીસમાં  જામનગરના  શબ્બીર અજીજ માણેકની સામે આઇ.પી.સી. ૩૬૩,૩૬૬,૩૭૬ તથા પોસ્કો અધિનીયમની કલમ-૬ મુજબના ગંભીર ગુન્હાની ફરીયાદ નોંધાયેલ અને ધોરાજીમાં રહેતા રજાક માજોઠીના એ પોતાની દિકરીને ફોસલાવી પટાવી અને  જામનગરના રહેવાસી શબ્બીર અજીજભાઇ માણેેક ઉપાડી ગયેલ. તે અંગેની ફરીયાદ કરેલ હતી.

આરોપી તરફે ેના એડવોકેટ શ્રી ડી.જે. ઠેસીયા એ  આરોપીના બચાવમાં અને જામીન આપવા જોઇએ તે અંગે દલીલો કરતા ના. સેસન્સ કોર્ટે તે દલીલો ધ્યાને રાખી આરોપીને  જામીન મુકત કરતો ઓર્ડર એડી સેસન્સ જજ શ્રી દવે એ  કરેલ છે. બચાવ પક્ષે આરોપીના એડવોકેટ શ્રી ડી.જે.ઠેસીયા રોકાયેલ. (૩.૪)

(12:31 pm IST)
  • આગામી ૬ મહિનામાં અમદાવાદના રોડ પર ૫૦ ઈલેકટ્રીક બસ દોડશેઃ વિજય નહેરા :ફલેગશીપ ફોરેન એન્ડ સિકયોરિટી પોલિસી કોન્ફરન્સમાં access_time 4:07 pm IST

  • પોરબંદર:દરિયામાં પાકિસ્તાન મરીનનો આતંક યથાવત:3 ભારતીય બોટ સાથે 18 માછીમારોના અપહરણ: IMBL નજીક માછીમારી વેળાએ બોટને ઉઠાવાઈ:અપહરણ કરાયેલ બોટ ઓખા અને પોરબંદરની હોવાની શક્યતા access_time 12:02 am IST

  • વડોદરામાં રાફેલ મુદ્દે કોંગ્રેસની રેલી યોજાઈ :શાહિદ ભગતસિંહ ચોકથી નીકળી રેલી:રેલીમાં રાફેલનું મોડલનું પ્રદશન :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રેલીમાં લીધો ભાગ:કલેક્ટરને આપ્યું આવેદન access_time 11:57 pm IST