Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ભાણવડઃ આંગણવાડી હેલ્પરનું રાજીનામું

ગંભીર લાપરવાહી પર ફરી એકવાર પડદો?: વાલીઓની ચેકીંગ ટીમ રચી પ્રકરણ પર પૂર્ણવિરામ?

   ભાણવડ, તા., ૧૨:   આંગણવાડી પ્રકરણમાં નકકર કાર્યવાહી થયા વગર જ મામલો રફેદફે કરી નાખવામાં આવતા  નિયત સામે સવાલો ઉઠયા છે.

ભાણવડના રામેશ્વર પ્લોટમાં આવેલી આંગણવાડી કેન્દ્ર નં.૭(નવુ ૪) ઈયળો અને ધનેડાવાળી સડેલી મગદાળ રાંધીને ખવડાવી અક્ષમ્ય લાપરવાહી દાખવી હોવા છતાં તેમજ ત્રણ માસથી મગની છડી દાળ આવી જ ન હોવાની સ્પષ્ટ કેફિયત બાદ પણ કોઈ નકકર કાર્યવાહી કરવાને બદલે સંચાલિકાની માફી અને હવે પછી આવું નહિ થાય તેની મૌખિક ખાતરીતેમજ બનેલી રસોઈના ચેકિંગ માટે પાંચ મહિલાવાલીઓની કમિટી બનાવી દઈ રીતસરનો પડદો જ પાડી દેવામાં આવ્યો. ત્યારે આ આંગણવાડીના હેલ્પર રમીલાબહેને આઈસીડીએસને પોતાનું રાજીનામુ આપી દીધુ હોવાનો ખુલાસો થયો છે.પરંતુ સવાલ એ છે કે,આંગણવાડીઓમાં આવી લાપરવાહીની ઘટનાનો આ કોઈ પ્રથમ બનાવ નથી આ પહેલા પણ અનેકવખત આવી બેદરકારી સામે આવી છે. ત્યારે એવુ તે શું રહસ્ય છે કે,નાના ભુલકાઓના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરનારાઓનો માત્ર માફી માંગી લેતા જ છુટકારો થઈ જાય છે.

જો ખરેખર સરકારે આંગણવાડીમાં આવતા નાના બાળકો કે જે દેશનું ભવિષ્ય છે તેના તંદુરસ્ત આરોગ્ય માટે ઘડેલી યોજનાઓનો ખરા અર્થમાં લાભ બાળકો સુધી પહોંચે છે કે નહિ તેની ચકાસણી કરવાની ફરજ નથી ?  ભાણવડમાં વારંવાર આવી ઘટનાઓ બની રહી હોવા છતાં સરકાર કેમ લાલ આંખ કરી શકતી નથી ? (૪.૩)

(11:55 am IST)
  • કાશ્મીરમાં સેનાની મોટી સફળતા : બે આતંકીઓ ઠાર ;દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાટપુરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયાંની માહિતી બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી :તલાસી અભિયાન ચલાવ્યું :માર્યા ગયેલા બે આતંકી પૈકી એક જીનત ઉલ ઇસ્લામ ઉપર 15 લાખનું ઇનામ હતું : અને કુખ્યાત આતંકી બુરહાન વાણીનો સાથીદાર હતો access_time 12:49 am IST

  • સુપ્રીમ કોર્ટને મળશે 2 નવા જજ : કર્ણાટકના ચીફ જસ્ટિસ શ્રી દિનેશ મહેશ્વરી અને દિલ્હી હાઇકોર્ટના જજ શ્રી સંજીવ ખન્ના બનશે સુપ્રિમકોર્ટના જજ અને ભારતના ચીફ જસ્ટિસ શ્રી ધનંજય ચંદ્રચુડની નિવૃતી બાદ જસ્ટીસ સંજીવ ખન્ના બનશે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટીસ તેમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. access_time 1:48 am IST

  • 'અંગુઠા છાપ ''નિવેદન પર પોતાના ઘરમાં જ ઘેરાયા રામવિલાસ પાસવાન ;પુત્રીએ કહ્યું માફી માંગો નહીંતર ધરણા કરીશ ;પાસવાનની પુત્રી આશાએ ચેતવણી આપી છે કે જો તેના પિતા આના માટે માફી નહિ માંગે તો પટના સ્થિત લોજપાના પ્રદેશ મુખ્યાલય સામે ધરણા પર બેસશે access_time 12:54 am IST